છેલ્લા કેટલાક સમય થી સતત લાઈટ માં રહેલા શંકરસિંહ વાઘેલા એ પોતાની સરકાર આવશે તો ગુજરાત માં કહેવાતી દારૂબંધી હટાવી દેવાની વાત કર્યા બાદ લોકો માં ભારે ચર્ચા માં આવતા NCP એ શંકર સિંહ ને હાંસિયા માં ધકેલી દઈ એનસીપી ના પ્રમુખ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કી ને પ્રમુખ બનાવી દેતા શંકરસિંહ નું ઇન્સલ્ટ થયું છે અને નારાજ શંકરસિંહ હવે પોતાની જ પાર્ટી રાજપા ને ફરીથી સક્રિય કરે તેવી અટકળો તેજ બની છે, એટલુંજ નહિ જો સફળ થયા તો ગુજરાત માંથી દારૂબંધી દૂર કરશે તેવી વાતો વચ્ચે કરી એકવાર રાજકારણ ગરમાયુ છે.
શંકરસિંહ વાઘેલા એ ભાજપ માંથી પ્રથમ બળવો 1995 માં કર્યો હતો અને તેમણે છ મહિના જૂની કેશુભાઈ પટેલ ની સરકાર ઉથલાવી નાખી હતી,ત્યારબાદ સપ્ટેમ્બર 1996 માં સુરેશ મહેતા ની ભાજપ ની સરકાર ઉથલાવી હતી અને મુખ્યમંત્રી પણ બની ગયા હતા. 1998 માં પોતાની બનાવેલી રાજપા ને વિધાનસંભા માં ત્રણ બેઠક પણ મળી હતી. ત્યારબાદ કોંગ્રેસ માં જોડાયા અને અહમદ પટેલ સાથે મતભેદ બાદ એનસીપી માં જોડાયા અને હવે પાછા રાજપા ને સક્રિય કરવાની અટકળો વહેતી થઈ છે જેની આગામી દિવસો માં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.
