બધાની નોકરી ધંધા ચાલુ હતા અને કોરોના ની એન્ટ્રી થઈ અચાનક લોકડાઉન આવી ગયું બધાને કોરોના થી બચવા માટે ઘર માં પુરાઈ જવા માટે પીએમ દ્વારા જાહેરાત થઈ રાતોરાત બધું ઠપ્પ થઈ ગયું અને કહેવામાં આવ્યું ‘ચિંતા ના કરો’ સરકાર બેઠી છે કોઈ તમારી પાસે ત્રણ મહિના પૈસા નહિ માંગે, હપ્તા,લાઈટ બિલ, મકાન ભાડા વગરે પણ એમ ન કહ્યુ કે ભાઈ ત્રણ મહિના નું ભેગું થયેલી મસમોટી રકમ એક સાથે કેમ કરીને ભરી શકાશે કારણ કે બધા ધંધા તો બંધ છે પણ લોકો ને ભરોસો હતો કે સરકાર કઈક રસ્તો જરૂર કાઢશે અને લાઈટ બિલ, સ્કૂલ ફી, ભાડા જેવી બાબતો અંગે વિરોધ પક્ષ દ્વારા પણ ફરી યાદ આપવામાં આવ્યુ પણ અફસોસ કે સરકાર આ બાબતે મગ નું નામ મરી ન પાડતા હવે છૂટછાટ મળતા મકાન માલિકો એ ભાડા ભરવા માટે ફોન ચાલુ કરી દીધા છે,ઉઘરાણી ચાલુ થઇ ગઈ છે અને લાઈટ બિલો પણ ધાર્યા કરતાં મોટા આવી રહ્યા છે સુરત માતો વિરોધ પણ થયો છે.
એટલા માં રાહત ની વાત તો દૂર પણ ગેસ અને પેટ્રોલ, ડીઝલ ના ભાવો માં વધારો થવાની વાતો શરૂ થઇ ગઇ છે ત્યારે જનતા હવે નાસીપાસ થઈ છે નારાજ થઈ છે પણ તેથી પોતાની મુશ્કેલીઓ નો કોઈ અંત જણાતો નથી, કોરોના મહામારી માં ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડી તત્કાળ મકાન, દુકાન ના ભાડા માટે તેમજ લાઈટ બિલ માટે સરકાર કોઈ વિશેષ હુકમ બહાર પાડી શકી હોત ભલે સહાય ન કરી પણ ત્રણ મહિના ઘર માં બેસી ચડાવેલ મોટા ચકરડા હવે લોકો ને ભરવામાં બેહાલ થયા છે અને આ વેદના માત્ર જેના ઉપર વિતે તેને જ ખબર પડે તેવી વાસ્તવિકતા જોવા મળી રહી છે ત્યારે સરકાર ગ્રાઉન્ડ ઉપર જઈ હજુપણ કોઈ ચોક્ક્સ અસરકારક વટ હુકમ કે કંઈપણ સીધી જનતા ને રાહત થાય તેવું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
