આગામી 19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ માંથી ધારાસભ્યો મોકો જોઈને ચોકો મારી રહ્યા છેઆ બધા વચ્ચે ખબર આવી રહી છે કે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ પણ રાજીનામા આપી દીધા છે. સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની અટકળો ચાલી રહી છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપી ચુક્યા છે તેથી વાત કન્ફોર્મ થઈ ચૂકી છે.તેઓ એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ કરાવી અને સહીઓ પણ ઓળખી લીધી હતી. ખરાઈ કર્યા બાદ બંનેના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.
જોકે બીજી તરફ ધારાસભ્યોના રાજીનામાની વાત પાયવિહોણી હોવાનો કોંગ્રેસનો દાવો કરી રહી છે.
કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડાની પ્રતિક્રિયા આપી હતી કે, તમામ MLA આજે કોંગ્રેસની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે, આ બેઠકમાં પાંચ ધારાસભ્યોએ અગાઉથી રજા લીધી છે, જે હાજર નહીં રહે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંની વાત પાયાવિહોણી છે,આમ ચૂંટણી અગાઉ ભારે અફરાતફરી નો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો મનોરંજન માણી રહ્યા છે.
