ગાંધીનગર — તળાવના બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું સોલા પાસે આવેલું તળાવ અમદાવાદ મહાનગરને વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી છે. ગામતળાવ અત્યારે સોલા ગ્રામ પંચાયત પાસે છે.
આ વિસ્તારના નાગરિકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે સોલાના આ તળાવનો વિકાસ કરાશે. આ તળાવને પર્યાવરણ પ્રિય સ્પોર્ટ તરીકે મહાનગરપાલિકા વિકસાવશે. આ તળાવ ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નંબર-1 માં આવેલું 37194 ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે.
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ મહિનામાં ચાર તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર 251 પરનું સરકારી તળાવ, ગોતામાં સર્વે નંબર 1 પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નંબર 86 પરનું સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાને બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે જે તળાવો રાજ્ય સરકારે આપ્યા છે તેમાં વટવાના તળાવનું ક્ષેત્રફળ 28227 ચો.મી., છારોડીનું 42593 ચો.મી., શીલજનું 169665 ચો.મી. અને ગોતાનું 55095 ચો.મી.ના ક્ષેત્રફળ ધરાવે છે.