સચિન તેંડુલકરના પુત્ર અર્જુને રચાવ્યા લગ્ન: સાનિયા ચંડોક સાથે મુંબઈમાં લીધા સાત ફેરા!

2 Min Read

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડૌક લગ્નગ્રંથિથી જોડાયા: મુંબઈમાં ભવ્ય સમારોહ, ક્રિકેટ જગતના દિગ્ગજોએ આપી હાજરી

ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડૌક 5 માર્ચના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં ક્રિકેટ જગતની સાથે-સાથે મનોરંજન જગતની અનેક નામી હસ્તીઓએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ

અર્જુન અને સાનિયાના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલિ તેંડુલકર પોતાના પુત્ર અને પુત્રવધૂ પર વહાલ વર્સાવતા અને તેમને આશીર્વાદ આપતા જોઈ શકાય છે. અનેક પૂર્વ ક્રિકેટરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ લગ્નની તસવીરો શેર કરી તેંડુલકર પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisement -

arjun.jpg

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ અર્જુન સાથેનો ફોટો શેર કરતા લખ્યું, “અર્જુન તેંડુલકરને ખુશીઓ અને આનંદથી ભરેલા જીવનની શુભકામનાઓ. સચિન તેંડુલકર અને તેમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.” આ તસવીરોમાં સુરેશ રૈના, તેમની પત્ની અને પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ પણ સહપરિવાર નજરે પડ્યા હતા.

- Advertisement -

કોણ છે સાનિયા ચંડૌક?

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડૌક વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. બંને પરિવારો દાયકાઓથી એકબીજાને ઓળખે છે. સચિન તેંડુલકર અને સાનિયાના દાદા રવિ ઘઈ વચ્ચે વર્ષો જૂની મિત્રતા છે. સાનિયા ચંડૌકની વાત કરીએ તો, તે એક સફળ આંત્રપ્રિન્યોર (ઉદ્યોગસાહસિક) છે અને એક પ્રખ્યાત પેટ સ્પા ચેઈન ચલાવે છે. જ્યારે અર્જુન અત્યારે ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

બહેન સારા તેંડુલકરે નિભાવી મહત્વની ભૂમિકા

રિપોર્ટ્સ મુજબ, અર્જુન અને સાનિયાની મુલાકાત પાછળ અર્જુનની બહેન સારા તેંડુલકરનો મોટો હાથ છે. સાનિયા અને સારા ખૂબ જ નજીકની બહેનપણીઓ છે. તેઓ ઘણીવાર જિમ સેશન, બ્રંચ અને વેકેશન પર સાથે જોવા મળતા હતા. સારા દ્વારા જ અર્જુન અને સાનિયાની ઓળખાણ થઈ હતી, જે ધીરે ધીરે પ્રેમમાં પરિણમી હતી.

- Advertisement -
Share This Article