ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્ય ના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી તેમજ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ, કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે દરમ્યાન વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે અને દમણ અને દાદારા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ યથાવત છે અહીં વરસાદ સાથે અહીયા ભારે પવન જોવા મળ્યો છે. જ્યારે વલસાડ શહેર અને જિલ્લાના અનેક વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ વાદળો થી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. શરૂઆતમાં તો કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર શહેરમાં અંધકાર ફેલાવી દીધો હતો. બાદમાં ભારે પવન ફૂંકાયો હતો. અને અંતે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. આહલાદક વાતાવરણ સર્જાતાં અમદાવાદીઓ મંત્રંમુગ્ધ બની ગયા હતા. તો જુહાપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.ઉપરાંત વડોદરા સહિત રાજકોટ સૌરાષ્ટ્ર માં પણ આકાશ વાદળો થી છવાયેલું જોવા મળી રહ્યું છે અને છટાછવાયા ઝાપટા પડ્યા ના અહેવાલ મળી રહ્યા છે.