હાલ રાજકારણ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા જોર ઉપર છે અને નેતાઓ મોકા નો ફાયદો ઉઠાવી રહ્યા છે. જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ આજકાલ ભાજપ સામે ખુબજ ગુસ્સામાં જોવા મળી રહયા છે તેમણે કહ્યું હતું કે ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવા પૈસા છે પરંતુ કોરોના માં જનતા ને સહાય માટે પૈસા નથી. ખેડૂતો પર તીડ, લૉકડાઉન જેવી મુશ્કેલીઓ છે ત્યારે ભાજપ ધારાસભ્ય ખરીદી રહી છે. વિક્રમ માડમે કહ્યું કે ભાજપમાં તાકાત હોય તો મને ખરીદીને બતાવે તો હું માનું .
વિક્રમ માડમે કહ્યું કે પોતે રૂ.25 કરોડ તોશું પણ રૂ.25 લાખ કરોડ આપે તો પણ હું ન વેચાઉં.
વેચાયેલા ધારાસભ્યો એ લોકશાહીના નિયમો અને કાયદા ની હત્યા કરી રહ્યા છે. આ અગાઉ એક ટીવી ચેનલ ને મુખ્યમંત્રી એ આપેલી મુલાકાત માં મુખ્યમંત્રી રૂપાણી ને કોંગ્રેસ ના નેતાઓ ની ખરીદી બાબતે પૂછવામાં આવતા તેઓ એ ટોણો મારતા કહ્યું હતું કે, 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય….!!
નોંધનીય છે કે આગામી તા.19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસ માં ભારે ભંગાણ પડ્યું છે અને એક પછી એક કોંગેસ ના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યાં છે. ત્યારે હાલ ની કરંટ સિચ્યુંએશન માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે 18, ભાજપ પાસે 23 અને NCP પાસે 1 બેઠક છે. હાલમાં રાજ્યમાં કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. ત્યારે બે બેઠકો પર જીત મળે તે માટે કોંગ્રેસ પ્રયત્નો કરી રહ્યુ છે અને રિસોર્ટ માં મિટિંગો નો દૌર ચાલુ છે.
ટીવી ચેનલ માં ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રી ને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો કેમ તૂટે છે? ત્યારે જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હવે ડૂબતી નૈયા છે એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાંથી તેઓ ભાગે છે. તેમણે ભાજપ દ્વારા ધારાસભ્યો ખરીદવાના આરોપ પર જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસને આ મામલે આક્ષેપ લગાડવાનો અને સવાલ પૂછવાનો અધિકાર જ નથી. કોંગ્રેસ ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરી ચૂકી છે. ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા અપાયા હોવાની વાતો ચાલી રહી છે તેવા દાવાઓને અફવા ગણાવી મુખ્યમંત્રી રૂપાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. આમ આ વાત ઉપર ધારાસભ્ય વિક્રમ માંડમે પોતાની પ્રતિક્રિયા માં પોતાને રૂ. 25 લાખ કરોડ આપે તો પણ ન વેચાય તેમ જણાવી વળતો પ્રહાર કર્યો હતો.
આમ , રાજ્યસભા ની ચૂંટણી અગાઉ રાજકારણ છેલ્લે પાટલે જઈ બેઠું છે.
