તાજેતર માં સુરતના વેવાઈ-વેવાણની આખા દેશ માં ભારે ચર્ચાસ્પદ બની હતી અને હજુપણ તેની વાતો ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા વિસ્તાર ના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણ ના આવા જ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે પરંતુ દુઃખની વાત એછે કે ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ- વેવાણે સજોડે આત્મહત્યા કરી લીધી છે.
વડાલીના વેવાઈ વેવાણે દિધીયા ગામે જઈ આપઘાત કરી લેતા અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખેડબ્રહ્માના વડાલી ગામના વેવાઈ-વેવાણે દિધીયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી હતી. ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાલીના થેરાસણા ગામના બંને વેવાણ-વેવાઈ દિધીયા ગામમાં મજૂરી કામ સાથે કરતા હતા. ત્યારે કયા કારણોસર બન્ને જણાંએ આત્મહત્યા કરી તેને લઈને અટકળોનો દોર શરૂ થયો છે. ખેડબ્રહ્મા પોલીસ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમને ઘટનાની માહિતી મેળવીને વેવાઈ-વેવાણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ આપ્યું છે. પરંતુ સાચું કારણ શું હોઈ શકે તેની જાણ થઈ નથી. હાલ ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડ્યા છે. હાલ તો ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના એ અહીં ભારે ચકચાર જગાવી છે.
