ભારત ની સરહદ માં દાદાગીરી કરીને ઘુસી આવેલા ચીન ના સૈનિકો આપણા જવાનો સામે ઘૂરકિયા કરી રહ્યા છે ત્યારે દેશને સાચી વાત થી દુર રાખવા વિરોધ પક્ષ ના નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જવાબ માંગી રહ્યા છે તેઓએ ફરી એકવાર લદ્દાખ સરહદે ખેંચતાણ અંગે મંગળવારે ફરી સરકાર સામે નિશાન તાક્યું. તેમણે ટ્વિટ કરી કહ્યું કે જો સંરક્ષણમંત્રીના પંજાના નિશાન પર ટિપ્પણી કરવાનું કામ પૂરું થઈ ગયું હોય તો જણાવે કે શું ચીનના સૈનિકોએ લદ્દાખમાં ભારતીય ક્ષેત્ર પર કબજો જમાવી લીધો છે? ખરેખર સોમવારે સંરક્ષણ નીતિ અંગે રાહુલ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શાયરાના અંદાજમાં આરોપ-પ્રત્યારોપવાળી ટ્વિટ કરી હતી.
પૂર્વ લદ્દાખમાં ચીનના સૈનિક અનેક સ્થળને આશરે 2.5 કિમી પાછળ હટી ગયા છે. સરકારી સૂત્રોએ તેની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે ગલવન ક્ષેત્રમાં ચીનની સેના પોઈન્ટ 15 અને હોટ સ્પ્રિંગ્સ ક્ષેત્રથી પીછે હટી છે. જોકે ભારતે તેના સૈનિકોને થોડાક જ પાછળ ખસેડ્યા છે. આ બંને દેશોના અધિકારીઓની શનિવારે થયેલી સૈન્ય સ્તરની વાતચીતના પરિણામ છે.જોકે આ અગાઉ ચીની સૈનિકો ભારતીય સરહદ માં અડીંગો જમાવી બેસી ગયા હતા અને મીડિયા ને કોઈ સતાવાર માહિતી નહિ અપાતાં ચીન અને ભારત ના સમાચારો માં જુદાજુદા નિવેદન આવી રહયા છે. લોકો માં સાચી માહિતી માટે માંગ રહી છે કે ખરેખર સરહદ ઉપર શુ સ્થિતિ છે.
