ઇંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં અભિષેક શર્માના શૉટ સિલેક્શન પર ઉઠાવ્યા ગંભીર સવાલ

3 Min Read

અભિષેક શર્માની ‘વિચાર્યા વગરની બેટિંગ’ જોઈ અશ્વિનનો પિત્તો ગયો; ગંભીર અને સૂર્યકુમાર પર ઉઠાવ્યા સવાલ

ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે અભિષેક શર્માની બેટિંગ શૈલીની આકરી ટીકા કરી છે. અશ્વિને અભિષેકને “વિચાર્યા વગરની બેટિંગ” કરવા બદલ ઠપકો આપ્યો છે અને પરિસ્થિતિ મુજબ રમવાની સલાહ આપી છે.

સેમીફાઈનલમાં ફરી એકવાર ઉતાવળ ભારે પડી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં અભિષેક શર્માએ બીજી ઓવરમાં વિલ જેક્સ સામે બે બાઉન્ડ્રી ફટકારી સારી શરૂઆત કરી હતી. જોકે, વધુ પડતા આક્રમક બનવાના પ્રયાસમાં તેણે ફરી એકવાર પોતાની વિકેટ ગુમાવી દીધી. આ ટૂર્નામેન્ટમાં અભિષેકનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે, જેમાં તેણે માત્ર એક ફિફ્ટી ફટકારી છે અને ત્રણ વખત શૂન્ય રને આઉટ થયો છે.

- Advertisement -

surya.jpg

રસપ્રદ વાત એ છે કે, આ વર્લ્ડ કપમાં અભિષેક ચોથી વખત કોઈ સ્પિનરનો શિકાર બન્યો છે. આ પહેલા તેને પાકિસ્તાનના સલમાન અલી આગા, નેધરલેન્ડના આર્યન દત્ત અને વેસ્ટ ઈન્ડિઝના અકીલ હોસેને આઉટ કર્યો હતો.

- Advertisement -

અશ્વિનની સ્પષ્ટ સલાહ: “દરેક બોલ પર ફટકારવાની જરૂર નથી”

પોતાની YouTube ચેનલ ‘એશ કી બાત’ પર અશ્વિને કહ્યું કે, અભિષેક શર્મામાં ટેલેન્ટની કોઈ કમી નથી અને તેણે અગાઉ મિશેલ સેન્ટનર અને મેટ હેનરી જેવા બોલરો સામે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ સેમીફાઈનલમાં તેની બેટિંગમાં આયોજનનો અભાવ દેખાતો હતો.

અશ્વિને જણાવ્યું કે, “અભિષેકે જેક્સ સામે આઠ રન બનાવ્યા હતા, પરંતુ તેનો ઈરાદો 30 રન બનાવવાનો હતો. ક્યારેક તમારે બોલને છોડવો પડે છે અથવા સિંગલ લઈને બીજા છેડે ઉભેલા સંજુ સેમસનને સ્ટ્રાઈક આપવી જોઈએ, જે ખૂબ જ સારું રમી રહ્યો છે”.

ગંભીર અને સૂર્યકુમાર માટે અશ્વિનનો સંદેશ

અશ્વિને ટીમ મેનેજમેન્ટ, ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને અપીલ કરી છે કે તેઓ અભિષેક પર બિનજરૂરી દબાણ ન લાવે. તેણે સવાલ ઉઠાવ્યો કે ડ્રેસિંગ રૂમમાં તેની સાથે કેવા પ્રકારની વાતચીત થઈ રહી છે.

- Advertisement -

તેણે ઉમેર્યું કે, “જો તમે તેના પર વધુ દબાણ કરશો, તો તે બોલને વધુ જોરથી મારવાનો પ્રયાસ કરશે. તે ટાઈમિંગ પર આધાર રાખતો ખેલાડી છે. તેને માત્ર એટલું કહેવાની જરૂર છે કે તે પોતાનો સમય લઈ શકે છે”. અશ્વિને સ્પષ્ટ કર્યું કે તે ફાઈનલ માટે અભિષેકને ટીમમાંથી બહાર કરવાના પક્ષમાં નથી, પરંતુ તેની બેટિંગમાં સુધારો ઈચ્છે છે.

surya1.jpg

સેમીફાઈનલનો રોમાંચક જંગ

નોંધનીય છે કે સેમીફાઈનલમાં ભારતે 253/7નો વિશાળ સ્કોર બનાવ્યા બાદ ઇંગ્લેન્ડને માત્ર 7 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ મળીને લગભગ 500 રન બનાવ્યા હતા. હવે ભારત રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ રમશે.

Share This Article