વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત વાસીઓ ને કોઈના ઉપર ડિપેન્ટ નહિ રહેવા સ્વદેશી બનવાઉપર ભાર મુક્યો હતો.
ગુરુવારે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ પ્લેનરી સેશનમાં ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંકટે એક પાઠ ભણાવ્યો છે અને તેછે આત્મનિર્ભર ભારત. મોદીએ કહ્યું કે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ એક-બીજા સાથે ઈન્ટરલીન્ક છે. આ ત્રણે એક સાથે આગળ વધી શકે છે. તેઓએ એલઈડી બલ્બ નું ઉદાહરણ આપી જણાવ્યું કે 5-6 વર્ષ પહેલા એલઈડી બલ્બ 350 રૂપિયાથી પણ વધુમાં મળતો હતો. હવે તે 50 રૂપિયામાં પણ મળે છે. કિંમત ઓછી થવાથી એલઈડી બલ્બ ઘરે-ઘરે પહોંચ્યા છે. તેનાથી પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ અને પ્રોફીટ પણ વધ્યો. તેના કારણે સામાન્ય માણસનું વીજળીનું બિલ પણ ઘટ્યું છે.
તેઓએ ઉમેર્યું કે કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી ત્યારે તેની એક જ દવા છે મજબૂતાઈ. મુશ્કેલ સમયે દરેક વખતે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે.
આત્મનિર્ભરતાના આ ભાવને દરેક ભારતીય એસ્પિરેશનથી જીવ્યો છે. છતાં પણ ભારતીયને મેડિકલ, ડિફેન્સ, કોલ-મિનરલ, ફર્ટિલાઈઝરના ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હોવાની વાસ્તવિકતા પણ છે. કદાચ આપણે પણ ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ, સોલર પેનલ, ચિપ, એવિએશન સેકટરમાં આત્મનિર્ભરતા હોત સારું હોત.
વડાપ્રધાને કહ્યું કે પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોફિટ એક-બીજા સાથે ઈન્ટરલીન્ક છે. આ ત્રણે એક સાથે હોય છે. ભારતમાં એલઈડી બલ્બનું ખૂબ મોટું અભિયાન ચલાવ્યું. 5-6 વર્ષ પહેલા એક એલઈડી બલ્બ 350 રૂપિયામાં મળતો હતો. જે હવે 50 રૂપિયામાં પણ મળે છે. કિંમત ઓછી થવાના કારણે કરોડોની સંખ્યામાં એલઈડી બલ્બ ઘરે-ઘરે પહોંચ્યા છે. આ સંખ્યા એટલી વધી કે ઉત્પાદન ખર્ચ ઓછો થયો અને પ્રોફિટ વધ્યો. તેના કારણે સામાન્ય માણસનું વીજળીનું બિલ ઘટ્યું છે. દર વર્ષે લોકોના લગભગ 19 હજાર કરોડ રૂપિયા એલઈડીથી બચી રહ્યાં છે.
છેલ્લા વર્ષો થી આત્મનિર્ભરતાનું લક્ષ્ય મુખ્ય રહ્યું છે.પરંતુ કોરોના સંકટે આ અંગે વધુ ધ્યાન આપવાનો પાઠ શીખવ્યો છે. સામાન્ય રીતે પરિવારમાં પણ છોકરો-છોકરી યુવાની માં પગ મૂકે એટલે માતા-પિતા કહે છે કે પોતાના પગ પર ઉભા રહેતા શીખો. એક રીતે જોઈએ તો આત્મનિર્ભર ભારતનો પ્રથમ પાઠ પરિવારમાંથી જ શરૂ થાય છે.
વડાપ્રધાને જણાવ્યું કે તે ઈચ્છે છે કે ખેડૂતો વધુ મજબૂત બને તેથી લોકલ પ્રોડક્ટ માટે જે કલસ્ટર બેઝ એપ્રોચને ભારતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમાં તમામ માટે તક ઉપલબ્ધ છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં શણની પ્રોડક્ટ્સને સુવિધાઓ આપવામાં આવશે. સિક્કિમની જેમ સમગ્ર નોર્થ ઈસ્ટ ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ મોટું હબ બની શકે છે. ICC સાથે જોડાયેલા તમે બધા વેપારીઓ નક્કી કરી લો તો નોર્થ-ઈસ્ટ ઓર્ગેનિક ખેતીનું એક મોટું હબ બની શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે 2025માં તમારી સંસ્થા 100 વર્ષ પુરા કરવા જઈ રહી છે. જ્યારે 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. આ તમારી સંસ્થા અને સભ્યો માટે હવે સંકલ્પ કરવાનો સમય પાકી ગયો છે. તેઓ એ આત્મનિર્ભર ભારત અભિયાન માટે ICC પણ 50-100 નવા લક્ષ્ય નક્કી કરવા ઉપર ભાર મુક્યો હતો.
તેમણે કહ્યું કે મેન્યુફેકચરિંગમાં બંગાળની ઈતિહાસિક શ્રેષ્ઠતાને સૌએ મળીને ફરીથી જીવંત બનાવવાની છે. આ સમય કન્ઝર્વેટિવ એપ્રોચનો નથી પરંતુ સાહસિક નિર્ણયોનો છે. ભારતમાં ગ્લોબલી ડોમેસ્ટિક સપ્લાઈ ચેન બનાવવાનો છે. તમામ સ્ટેકહોલ્ડરને સંકટમાંથી બહાર કાઢવા મદદ કરવાની છે અને વેલ્યુ એડિશનમાં હેન્ડ હોલ્ડિંગ કરવા અંગે વડાપ્રધાન મોદીજી એ વાત કરી હતી.
