કોરોના માં ત્રણ મહિના ઘર માં કામધંધા વગર બેસી રહેલા પરિવારો ને રોકડ સહાય નહિ મળતા લોકો અસહાય બની ગયા છે તેમાંય સરકારે હાલ રાજ્યમાં વીજ વપરાશમાં 200 યૂનિટ પર 100 યૂનિટ બિલ માફીની જાહેરાત કરી હોવા છતાં તેના અમલ ના ધાંધિયા જોવા મળી રહ્યા છે . જેનું એક ઉદાહરણ કલોલના રાંચરડા ગામે જોવા મળ્યું છે અહીં UGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે.. રાંચરડા ગામમાં ગરીબ પરિવાર કે જે છાપરામાં રહે છે. તે પરિવારને 18 હજાર 900નું બિલ ફટકારવામાં આવતા જનતા માં આક્રોસ જોવા મળી રહ્યો છે.
છપરા માં રહેતા આ પરિવાર ને 1200 રૂપિયા બિલ આવતું હોય છે. અહીંની આગણવાડી નું બિલ આ પરિવાર પોતે લાઈટ વાપરતા હોવાથી ભરે છે અને દર વખતે 1200 રૂપિયા જેટલું બિલ આવતું હોય છે. જોકે આ વખતે 18,900 બિલ આવ્યું છે. જેથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે કે આ સ્થિતિમાં આટલું મોટુ બિલ કઈ રીતે ભરી શકાશે તે પ્રશ્ન ઉભો થયો છે.
ગાંધીનગરના રાચરડા ગામના લોકોએ વીજબિલને લઇને વિરોધ નોંધાવ્યો છે. વીજબિલમાં રાહત ન મળતા રાચરડા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ વીજબિલમાં રાહત ન મળતા લોકો રોષે ભરાયા છે. સરકારની જાહેરાતને ગ્રામજનો મજાક સમાન ગણાવી રહ્યા છે અને ટીવી ઉપર જાહેર થયેલી કોઈ રાહતો માં જનતા ને લાભ નહિ થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
