સુરત શહેરમાં વધતા કોરોનાના કેસોની વચ્ચે હવે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ પણ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. સુરતમાં અન્ય રાજ્યોમાંથી દરરોજ ટ્રેન, બસ અને હવાઈ માર્ગે 5000 જેટલા લોકો શહેરમાં આવી રહ્યા છે, જેઓમાં પણ વધુ લોકો પોઝીટીવ આવી રહ્યા છે. જેથી હવે શહેરીજનોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે તેવું સુરત મહાનગર પાલિકાનાં કમિશ્નરે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં નોંધાઈ રહેલા પોઝીટીવ કેસ હવે ટ્રાવેલ હીસ્ટ્રીના પણ વધુ નોંધાઈ રહ્યા છે.
શહેરમાં દરરોજ અંદાજીત 5000 જેટલા લોકો અન્ય રાજ્યમાંથી આવતા હોય છે. જેઓમાં પોઝીટીવ કેસ આવી રહ્યા છે. આજે નોંધાયેલા પોઝીટીવ કેસમાં એક કેસ અમદાવાથી સુરત આવ્યા હતા તેમનો છે. તેમજ લિંબાયત ઝોનમાં આવતા પોઝીટીવ કેસમાં મહારાષ્ટ્રથી આવતા લોકો છે. શહેરમાં નોંધાઈ રહેલા પોઝીટીવ કેસ હવે ટ્રાવેલ હીસ્ટ્રીના પણ વધુ નોંધાઈ રહ્યા છે. શેહરમાં આજે હવાઈ માર્ગે 128 લોકો, રોડ માર્ગે 3452 તેમજ ટ્રેન માર્ગે 1102 લોકો શહેરમાં આવ્યા હતા.
સુરતમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 2366 પર પહોંચ્યો છે. જ્યારે ગુરુવારે 2 લોકોના મોત નિપજ્યા હતાં. અત્યાર સુધીમાં કોરોનાથી શહેરમાં મોતનો આંકડો 95 પર પહોંચી ગયો છે. શહેરમાં આજે કુલ 59 ડિસ્ચાર્જ થયા છે. અને કુલ અત્યારસુધીમાં કુલ 1549 લોકો ડિસ્ચાર્જ થતા રીકવરી રેટ 65.5 ટકા પર પહોંચ્યો છે. અને આવનારા દિવસોમાં પણ હજી ઘણા લોકો સાજા થશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. રીકવરી રેટ 65.5 ટકા પર પહોંચતા શહેરમાં એક્ટીવ કેસોની સંખ્યા હવે 30 ટકા પર જ છે.
સુરત મહાનગરપાલિકા(SMC) કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કતારગામમાં આવેલા 26 પોઝીટીવ કેસમાંથી 11 કેસો ડાયમંડ યુનિટમાં કામ કરતા કારીગરોને આવ્યા છે. જેથી ડાયમંડ યુનિટમાં કામ કરતા કારીગરો સોશીયલ ડિસ્ટન્સીંગ રાખે, ગ્લવઝ પહેરે, સેનીટાઈઝ કરે અને માસ્ક પણ અવશ્ય પહેરે તે જરૂરી છે. ડાયમંડ(Diamond) યુનિટમાં કામ કરતા કારીગરો સાવચેતી નહી રાખશે તો આવનારા દિવસોમાં સંક્રમણ વધશે તે નક્કી છે. તે ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 8, ઉધનામાં 8, રાંદેર ઝોનમાં 5, વરાછા-બી ઝોનમાં 3, વરાછા-એ માં 2, લિંબાયત ઝોનમાં 4 કેસ નોંધાયા હતા. જેથી હવે આવનરા દિવસોમાં લિંબાયતમાં જેમ આઈલેન્ડ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી હતી તેમ કતારગામમાં પણ આ સ્ટ્રેટેજી અપનાવાશે. જેથી અન્ય ઝોનના કોઈ પણ વ્યકિત આ ઝોનમાં જઈ શકશે નહી. આ ઝોનના કોઈ પણ વ્યકિત અન્ય ઝોનમાં જઈ શકશે નહી. જેથી કેસ નિયંત્રણમાં લાવી શકાય.