કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશંકે (Ramesh Pokhriyal) ગુરુવારે રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ની 2020 જાહેર કરી છે. એચઆરડી પ્રધાન રાજ્ય પ્રધાન સંજય ધોત્રો અને એઆઈસીટીઇ (AICTI)ના અધ્યક્ષ અનિલ સહસારબુદ્ધે અને યુજીસી (UGC)ના અધ્યક્ષ ડી.પી.સિંઘ સાથે તેમના ટ્વિટર અકાઉન્ટ પર લાઇવ હતા.દર વર્ષે રેન્કિંગની જાહેરાત કરવા માટે એમએચઆરડી (MHRD) પૂર્વ નિર્ધારિત પરિમાણોના આધારે ભારતની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને સ્થાન આપે છે. વર્ષ 2019 માં આઈઆઈટી મદ્રાસે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, ત્યારબાદ આઈઆઈએસસી (IISC) બેંગલુરુ અને આઈઆઈટી (IIT)દિલ્હી.
આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નબળા પ્રદર્શન છતાં, આઇઆઇટી ભારતની NIRF રેન્કિંગમાં ટોચ સંસ્થાઓમાં સ્થાન મેળવ્યુ છે. ભારતની ટોચની સંસ્થા આઈઆઈટી-મદ્રાસ અને ત્યારબાદ આઈઆઈએસસી બેંગ્લોર, અને ત્રીજા ક્રમે આઈઆઈટી દિલ્હી છે.
ટોચની યુનિવર્સિટી કેટેગરીમાં પ્રથમ ક્રમે આઈઆઈએસસી (IISc), ત્યારબાદ બીજા ક્રમે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) અને ત્રીજા ક્રમે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) આવે છે.મિરાન્ડા હાઉસ એ ભારતની ટોચની કોલેજ છે અને ફાર્મા કેટેગરીમાં, જામિયા હમદર્દે (Jamia Hamdard) ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી-મદ્રાસ (IIT Madras)શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ બની.
આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નબળા પ્રદર્શન અંગે એચઆરડી મંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્થાનો દ્વારા મેળવેલ ખરાબ રેન્ક એ પરિમાણ તરીકે ‘પરિપ્રેક્ષ્ય’ ને વધારે વજન આપવામાં આવ્યું છે જે એક વ્યક્તિલક્ષી બાબત છે અને તે તેની સાથે સંમત નથી. ભારતીય સંસ્થાઓની રેન્કિંગમાં ઘટાડો થવા પાછળનું એક મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ઓર્ગેઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીયકરણનો અભાવ હોવાનું દર્શાવવામાં આવે છે. એચઆરડીએ કહ્યું કે એનઆઈઆરએફ રેન્કિંગ એવા તબક્કે પહોંચશે જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વર્તમાન વલણની વિરુદ્ધ ભારતીય રેન્કિંગમાં સ્થાન મેળવવાની ઇચ્છા રાખશે.
આ વર્ષે એનઆઈઆરએફ રેન્કિંગ માટે નોંધાયેલા ભારતીય સંસ્થાનોની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 20 ટકાથી વધી છે. આ વર્ષે પ્રથમ વખત ડેન્ટલ સંસ્થાઓને પણ સ્થાન આપવામાં આવશે. અગાઉ, સંસ્થાઓને અનેક શ્રેણીઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ ઓવરઓલ ઇન્સ્ટિટ્યૂટ, શ્રેષ્ઠ યુનિવર્સિટી, ટોપ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટોપ કોલેજ, બેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ટોપ ફાર્મસી કોલેજ, બેસ્ટ લૉ સ્કૂલ, બેસ્ટ આર્કિટેક્ચર કોલેજ અને ટોચના મેડિકલ કોલેજ શામેલ છે.
ગત વર્ષે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની રાષ્ટ્રીય રેન્કિંગના પ્રારંભ સમયે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું હતું કે દેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં છોકરીઓની નોંધણી પ્રમાણમાં ઓછી છે અને ચિંતાનો વિષય છે. ટોચની એન્જિનિયરિંગ કોલેજમાં સુરતની એસવીએનઆઇટી (SVNIT) 47મા ક્રમે છે.