ભારતીય સેનાએ પાકિસ્તાન ની સેનાને સરહદ પરથી ખદેડી મૂકી હતી ,સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવારનવાર શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવે છે અને કારણ વગર ગોળીબાર કરતા રહે છે જેનાથી ભારતીય સરહદ ના ગ્રામ્ય વિસ્તારોમાં જાનમાલ ને નુકશાન થઈ રહ્યું છેત્યારે ગતરોજ પાકિસ્તાન ની સેના એ ફરીએકવાર શસ્ત્ર વિરામભંગ કરતા પાકિસ્તાન ની આ અવળ ચંડાઈ બદલ ભારતીય સેનાએ પાકિસ્તાનને આક્રમક જવાબ આપ્યો છે. ગુરુવારે ભારતીય સેનાએ POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં LOC (લાઇન ઓફ કંટ્રોલ) નજીક ઉભી કરાયેલી પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કરતા જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રજોરીના નૌશેરામાં પણ પાકિસ્તાનના ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ભારતીય જવાનો એ આક્રમક વલણ અપનાવતા પાકિસ્તાની સેના માં નુકસાન થતા ભાગદોડ મચી હતી.
ભારતીય સેનાએ કહવલિયન નાલી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું છે. આ પહેલા પણ ભારતીય સેનાએ સરહદ પારના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા. આમ આતંકીઓ અને પાકિસ્તાની સેના અહીં વારંવાર સરહદ વિસ્તારમાં આંતર રાષ્ટ્રિય નિયમો ની વિરુદ્ધ માં શસ્ત્ર વિરામ સહિત ના નિયમો નો વારંવાર ભંગ કરી રહ્યું છે,ત્યારે ભારતીય સેના એ વળતો જવાબ આપ્યો હતો.
