વલસાડ માં રાજકારણ તમામ હદ પાર કરી ગયું છે અને કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર જીતુ ચૌધરી ને ગધેડા ઉપર બેસાડી ને તેનો વરઘોડો કાઢવા સાથેસાથે જીતુ ચૌધરી ને મદદ કરનાર પાર્ટીના નેતાઓ ને માફી માંગવા નું જણાવી વલસાડ ના કોંગી અગ્રણીઓ સામે ગંભીર આરોપ મૂકીને કિશન પટેલે સનસનાટી ફેલાવી દીધી છે. પૂર્વ સાંસદ કિશન પટેલે જણાવ્યું છે કે વલસાડના કોંગ્રેસના નેતાઓ એ માફી માગવી પડશે.તેઓ એ જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરનાર તમામ સામે પણ આક્રોસ વ્યક્ત કર્યો હતો. કિશન પટેલે ગૌરવ પંડ્યાથી લઈ તમામ મોટા ગજા ના નેતાઓ પાસે માફીની વાત કરતા કોંગી છાવણી માં જ જંગ શરૂ થઈ ગયો છે જે યાદવ સ્થળી નો નિર્દેશ તરફ જઈ રહ્યા નું પ્રતીત થઈ રહ્યું છે. કિશન પટેલે પાર્ટીના જ દિગ્ગજ નેતાઓ ને સળી કરી વિવાદ ઉભો કરતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભાની ચૂંટણી અગાઉ કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપતા વલસાડના માજી સાંસદ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ આજે પ્રજા અને પાર્ટી સાથે દ્રોહ કરનાર જીતુ ચૌધરીને લોકોએ તથા કાર્યકરોએ ગધેડા પર બેસાડીને ફેરવવા સાથે ચંપલનો હાર પહેરાવીને, ચંપલથી માર મારવા માટે ની માંગ કરતા મામલો બરાબર નો ગરમાયો છે.
અત્રે નોંધનીય છે કે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપવાના કારણમાં માજી સાંસદ કિશન પટેલે લોકસભાની 2019ની ચૂંટણીમાં ગદ્દારી કરી હતી, તેમના માટે કામ કર્યુ નહોતું તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેને લઇને રોષે ભરાયેલા કિશન પટેલે આજરોજ ધરમપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં, પૈસા સામે ભલભલા ઝુકી જાય છે તેવી ટકોર કરી, જીતુ ચૌધરી રૂપિયા 50 કરોડમાં વેચાયા હોવાનો સનખેજ આક્ષેપ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.
