ભારત ને અત્યારસુધી મોટાભાગે પાકિસ્તાની સેના સામે ભીડવું પડતું હતું પણ છેલ્લા વર્ષો માં ચીન અને હવે આલિયા માલિયા જેવા નેપાળે પણ આંખો કાઢવાનું ચાલુ કર્યુ છે અને ભારત ના વિસ્તારો પોતાના દેશ માં સમાવતા નકશાઓ બહાર પાડી દીધા બાદ હવે તો ફાયરીંગ ઉપર ઉતરી ને બિહાર બોર્ડર પર રીતસર લોકો માં દહેશત ઉભી કરી છે જેમાં એક નું મોત થયું છે ,નેપાળે હવે ભારત વિરોધી કાર્યવાહી ચાલુ કરી હોવાના અહેવાલ જાણવા મળી રહયા છે.
ફાયરિંગ નો મામલો નારાયણપુર અને લાલબંદી બોર્ડર વિસ્તારમાં બન્યો હતો પીપરા પરસાઈન પંચાયત ની જાનકી નગર બોર્ડર પર જેટલા લોકો ભારત ની સરહદે ખેતર માં કામ કરી રહ્યા હતા તે વખતે નેપાળ ના સશસ્ત્ર દળ ના જવાનો એ ફાયરીંગ કર્યું હતું જેમાં જાનકી નગર ટોલે લાલબંદી ના રહીશ નાગેશ્વર રાય ના 25 વર્ષીય પુત્ર ડિકેશન કુમાર નું મોત થઈ ગયુ હતુ. નેપાળ તરફથી થયેલા ફાયરિંગ માં બીનોદ રામ ના દીકરા ઉમેશરામ ને પણ હાથ માં ગોળી વાગી હતી તેમજ સહોરબા ના વતની બિનદેશ્વર ઠાકુર ના પુત્ર ઉદય ઠાકુર ને પગ માં ગોળી વાગી છે બન્ને ઇજાગ્રસ્તોને સીતામઢી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
આમ હવે બિહાર બોર્ડર ઉપર નેપાળે પણ ફાયરીંગ કરી ને એક ભારતીય નું મોત નિપજાવી દાદાગીરી ચાલુ કરતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.
હાલ માં ચીન ના સૈનિકો આપણા વિસ્તારમાં ઘૂસી આવે છે, પાકિસ્તાન વારંવાર સીઝ ફાયર નું ઉલ્લંઘન કરે છે અને હવે ત્રીજો દેશ પણ ભારત ને આ રીતે લલકારે તે જોઈ ભારતીયો માં ભારે આક્રોશ જોવા મળી રહયો છે.
