શહેરમાં શુક્રવારે કોરોના (Corona Virus)ના વધુ 68 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને કુલ પોઝીટીવ કેસનો આંક હવે 2448 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોતની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે.આજે કુલ 80 લોકો ડિસ્ચાર્જ થયા હતા.સુરત શહેરમાં રીકવરી રેટ (Recovery Rate) 67 ટકા પર પહોંચ્યો છે.
શુક્રવારે શહેરમાં ગાઈડલાઈનનું પાલન ન કરનારાઓ સામે કુલ રૂા. 81,000 નો દંડ (Penalty) ફટકારવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં કુલ 70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા કુલ 18 પાનના ગલ્લાઓને સીલ કરવામાં આવ્યા હતા.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ડાયમંડ યુનિટમાં કામ કરનારાઓમાં સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. જેઓ કાળજી રાખી રહ્યા નથી જેથી ચેપ વધી રહ્યો છે. લોકો માસ્ક પહેરીને કામ કરે અને સાવચેતી રાખે તેમ કમિશનરે જણાવ્યું હતું. નહીતર પોલીસી પ્રમાણે કામ કરાશે.જેઓ સોશીયલ ડિસ્ટન્સીંગ તેમજ માસ્ક વગેરે ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છેલ્લા છ દિવસથી સતત નવી સિવિલના (New Civil Hospital) તબીબો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેઓ લોકોના સ્વાસ્થય માટે કામ કરી રહ્યા છે તેઓના જ જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જેથી શહેરીજનોને મનપા કમિશનરે અપીલ કરી હતી કે, લોકો વૈશ્વિક મહામારીમાં પોતાનું કર્તવ્ય સમજે અને ગાઈડલાઈનનું પાલન કરે તે ખુબ જરૂરી છે.શહેરમાં કોરોનાવાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે જયા હજારો દર્દીઓની સારવાર થાય છે. તે નવી સિવિલ હોસ્પિલટ(New Civil Hospital)ના જ તબીબો અને અન્ય કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય આરોગ્યતંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે. કેમકે અગાઉ કિરણ હોસ્પિટલ, લોખાત, સુરત જનરલ અને મિશન હોસ્પિટલના કર્મચારીઓમાં પણ એટલી હદે સંક્રમણ વધી ગયું હતું કે આ હોસ્પિટલોને અમુક દિવસ માટે બંધ કરવી પડી હતી.