શુક્રવારે મનપા (SMC) કમિશનરે સુરતના લોકોને અપીલ કરતા કહ્યુ કે કોરોના (Corona)ની મહામારીમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજીને સોશ્યિલ ડિસ્ટન્સિંગ (Social Distancing),માસ્ક પહારવાના નિયમોનું પાલન કરે.તેમણે કહ્યુ કે લોકો તકેદારી રાખી રહ્યા નથી અને નિયમોનું વાયોલેશન (ભંગ) કરી રહ્યા છે.
શહેરમાં અનલોક-1 (Unlock1) માં છુટછાટ મળતા જ ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે. 1 જુનથી નોકરી , ધંધા શરૂ થતા જ પોઝીટીવ કેસની સંખ્યામાં સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે, શહેરીજનો પણ જાણે કોરોનાને ભુલી ગયા હોય તેમ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી. જેથી પોઝીટીવ કેસની સંખ્યા પણ વધી રહી છે. જેને પગલે આજે મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી હતી કે, લોકો તકેદારી રાખી રહ્યા નથી જે યોગ્ય નથી. આ એક વૈશ્વિક મહામારી છે અને તેમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે તે જરૂરી છે.
તે ઉપરાંત મનપા કમિશનરે શહેરીજનોને ચીમકી આપી હતી કે, જે વિસ્તાર, ઈન્ડસ્ટ્રીમાં પોઝીટીવ કેસ આવશે તે સમગ્ર એરિયાને 28 દિવસ માટે ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવશે. જેમાં કોઈ પણ પ્રકારની છુટછાટ મળશે નહી. અને ધંધા રોજગાર પણ બંધ કરી દેવાશે જેથી લોકો કાળજી લે તે જરૂરી છે.શહેરમાં શુક્રવારે કોરોનાના વધુ 68 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને કુલ પોઝીટીવ કેસનો આંક હવે 2448 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોતની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે.આજે કુલ 80 લોકો ડિસ્ચાર્જ થયા હતા.સુરત શહેરમાં રીકવરી રેટ 67 ટકા પર પહોંચ્યો છે.
મનપા કચેરીએ જણાવ્યુ છે કે જો શહેરના શોપીંગ કોમ્પલેક્સ (Shopping Complex), યુનિટ ઈન્ડસ્ટ્રી (Industries)માં પોઝીટીવ આવશે તો તે પોઝીટીવ દદીૅના કોન્ટેક્ટમાં આવનારા દરેકને કવોરેન્ટાઈન કરી દેવાશે.શહેરમાં કામકાજ શરૂ થતા જ કામકાજના સ્થળો પર પોઝીટીવ કેસ વધી રહ્યા છે.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જે કોઈ પણ કામકાજના સ્થળ, તેમજ ઈન્ડસ્ટ્રીયલ યુનિટ વગેરેમાં જેઓને પણ પોઝીટીવ કેસ આવશે તેના કોન્ટેક્ટમાં આવનારા તમામને કવોરેન્ટાઈન કરી દેવામાં આવશે. જેટલા વધુ પોઝીટીવ કેસ આવશે તેટલા વધુ કવોરેન્ટાઈન થશે અને કામકાજ નહી થશે. જેથી લોકો કાળજી રાખે તે જરૂરી છે.