પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ શુક્રવારે પણ ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારે વારે પેટ્રોલમાં 57 પૈસા અને ડીઝલમાં 59 પૈસાનો ભાવ વધારો કર્યો હતો. તેની સાથે જ નવી દિલ્હીમાં ભાવ પેટ્રોલનો પ્રતિ લીટર રૂ. 74.57 અને ડીઝલનો પ્રતિ લીટર પ્રતિ લીટર રૂ. 72.81 થયા હતા.
રીટેલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લોકડાઉનના 83 દિવસના વિરામ પછી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર કરવાની શરૂઆત કરી છે. કંપનીઓ દ્વારા છ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ 3.31 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 3.42 રૂપિયાનો ભાવવધારો કરાયો છે. દેશમાં સ્થાનિક વેચાણ વેરો, વેટ જેવા કર તથા અન્ય પરિબળોના કારણે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ હોય છે.