દેશમાં લોકડાઉન માં છૂટ અપાયા બાદ કોરોના નું સંક્રમણ ભયંકર રીતે પ્રસરી જતા હવે લાગુ થયેલા અનલોક વચ્ચે પંજાબ સરકાર દ્વારા ફરી એક વખત લોકડાઉન લાગુ થશે જેમાં પ્રાયમરી બેઝ પર હાલ પંજાબ સરકારે વીકએડ અને જાહેર રજાના દિવસે સંપૂર્ણ લોકડાઉન ના અમલ ની જાહેરાત કરી દીધી છે. જેમાં શનિવાર અને રવિવારે પંજાબમાં સંપૂર્ણ રીતે લોકડાઉન પાળવાનું રહેશે.
જેમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યક્તિને ઘર બહાર નીકળવાની મંજૂરી નહી મળે શકે એટલુંજ નહિ પણ પંજાબ બોર્ડરને સીલ કરાશે. ઉપરાંત ચંદીગઢમાં પણ ઈન્ટર-સ્ટેટ બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ કે ટ્રેનથી આવન-જાવન કરનારા યાત્રિકોએ ઘરે 14 દિવસ ક્વોરન્ટીનેમાં રહેવા આદેશ અપાયા છે. પંજાબમાં લોકડાઉન ખોલ્યા બાદ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે.જેથી દિલ્હી સહિત અન્ય રાજ્યોથી પંજાબ આવી રહેલા લોકોનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવા કરાશે.
દેશમાં અનલોક જાહેર કરાયા બાદ કોરોનાના કેસ ઝડપ થી વધી રહ્યા છે.અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11 હજાર 314 નવા પોઝિટિવ કેસ નો ઉમેરો થયો છે અને 388 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. દેશમાં કોરોના દર્દીઓ ની પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 9 હજારને પાર થઈ ગઇ છે. જેમાં એક લાખ 46 હજાર ચારસોથી વધુ સારવાર હેઠળ છે
દેશ માં અત્યાર સુધી આઠ હજાર આઠસોથી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થઇ ગયા છે. અને એક લાખ 54 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમા છેલ્લા 24 કલાકમાં ત્રણ હજાર ચારસો 93 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ એક હજારને આંબી ગઈ છે. જ્યારે કુલ મૃત્યઆંક ત્રણ હજાર સાતસોને પાર થયો છે. રાજધાની દિલ્હીમાં નવા એકવીસોથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 129 દર્દીઓ મોત થયા છે. આમ હવે કોરોના વધુ વકરતા ફરીથી લોકડાઉન આવે તેવી શકયતાઓ વધી ગઈ છે કારણ કે તેની કોઈ વેકસીન નહિ હોવાથી લોકડાઉન અને દેશી ઉકાળા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.
