VNSGU યુજીની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા 25 જૂનથી તથા પીજીની બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા(Exam) 6 જૂલાઈથી શરૂ થનાર છે. તેવામાં હવે યુનિવર્સિટી પરીક્ષા મામલે માર્ગદર્શિકા જાહેર કરશે, જે મુજબ પરીક્ષાના એક કલાક પહેલા જ વિદ્યાર્થીઓ(Students)એ કોલેજ પર પહોંચવાનું રહેશે. જ્યાં વિદ્યાર્થીઓ(Students)ની પ્રાથમિક મેડિકલ તપાસ એટલે કે, થર્મલ સ્ક્રિનિંગ કર્યા બાદ જ કોલેજમાં એન્ટ્રી અપાશે. વિદ્યાર્થીઓના તપાસ માટે દરેક કોલેજે ડોક્ટર રાખવા પડશે. પ્રાથમિક મેડિકલ તપાસમાં ડોક્ટરને કોઈ પણ વિદ્યાર્થીનું 99થી વધુ ટેમ્પરેચર જણાશે અને સાથે કોવિડ-19ના લક્ષણ જણાશે તો તેને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.
સુપરવાઇઝરને માસ્ક, સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્સ અને પેન અપાશે
કોલેજે(College) પરીક્ષા ખંડના સુપરવાઇઝરને માસ્ક, સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્સ અને પેન આપવાની રહેશે. તે સાથે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ(Students)ને પાણી અપાશે નહીં. વિદ્યાર્થીઓએ પાણીની બોટલ પોતાના ઘરેથી લાવવાની રહેશે. વિદ્યાર્થી પાણી બોટલ નહીં લાવ્યો હોય તો પણ તેણે સુપરવાઇઝરની મંજૂરી લઈ બહાર જઈ પાણી પીવાનું રહેશે અને બહારથી આવી હાથ સેનિટાઇઝ કરી પરીક્ષા ખંડમાં ફરી પ્રવેશ લેવાનો રહેશે. કોલેજે પાણીની પરબ પર પ્લાસ્ટિકના ગ્લાસ રાખવાના રહેશે અને તે સાથે ગ્લાસ ફેંકવા માટે પણ કચરા પેટીની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. કોલેજ પોતાની અનુકૂળતા મુજબ લીંબુ-પાણી કે છાસની પણ વ્યવસ્થા ઊભી કરી શકશે.
યુનિવર્સિટીની સ્ક્વોડ્ પરીક્ષાની માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તે પણ જોશે
યુનિવર્સિટીની સ્ક્વોડ પરીક્ષા સમયે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવાની સાથે કોલેજે માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં તે પણ જોનારી છે. યુનિવર્સિટી દ્વારા સ્ક્વોડની ટીમને પણ માસ્ક, સેનિટાઇઝર અને હેન્ડ ગ્લોસ આપવામાં આવશે.