કોરોના(Corona)ના કેર યથાવત રહ્યો છે અને વધુ ત્રણના મોત નીપજ્યા છે જેની સાથે જ કુલ મૃત્યુઆંક 100 ઉપર પહોંચી ગયો છે. વરીયાવ તાડવાડી પાસે રહેતા 67 વર્ષિય વૃદ્ધને તા. 8 જૂનના રોજ દાખલ કરાયો હતો અને આજે તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત લંબે હનુમાન રોડ ઉપર રહેતા 63 વર્ષિય વૃદ્ધ ઉપરાંત ભેસ્તાનમાં રહેતા 55 વર્ષિય મહિલાનો કોરોના(Corona)ની બિમારીથી મોત નીપજ્યું હતું. મૃતક તમામ નવી સિવિલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓને હાયપરટેન્શન, ડાયાબીટીશન સહિતની બિમારી હતી.
પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે શહેરીજનો એમ સમજી રહ્યા છે કે, કોરોના તો બીજાને થશે કે બીજી સોસાયટીમાં થશે અને આપણને નહી થાય અને કોરોનાને લોકો હળવાશથી લઈ રહ્યા છે. અને લોકો બેફામ બની રહ્યા છે. અને કાળજી લઈ રહ્યા નથી. રીલેક્સેશનને લોકો ઉપયોગી લે, નોર્મલ રીતે ન લે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. કોરોનાની જીવનશૈલી બનાવી પડશે.
લોકોનું બીહેવ્યર જોઈને ચિંતા થઈ રહી છે. લોકો સમજી રહ્યા નથી. અને જે રીતે મૃ્ત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. કોરોનાથી ડરવાનું નથી પણ કાળજી ખુબ જરૂરી છે.
Surat)શહેરમાં કોરોનાની રફ્તાર વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC) કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે રીતે કેસ શહેરમાં વધી રહ્યા છે તે જોતા નક્કી છે કે, આવનારા બે માસ વધુ ક્રીટીકલ રહેશે. જેથી તમામ લોકો કાળજી રાખે તે ખુબ જરૂરી છે. જેમ આર્થિક ગતિવિધિઓ માટે ધંધા-રોજગાર શરૂ કરવા જરૂરી છે. તે જ પ્રમાણે જાહેર આરોગ્ય અને વ્યક્તિગત આરોગ્ય(Health) પણ ખુબ જરૂરી છે. તમામ લોકો કાળજી રાખે તે માટે મનપા કમિશનરે અપીલ કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, શનિવારે શહેરમાં વધુ 53 પોઝીટીવ નોંધાયા છે. તેમજ 3 મોત પણ નીપજ્યા છે. અને કોરોના(Corona)ના મૃત્યુઆંક 100 પર પહોંચ્યો છે. શહેરીજનોને વિનંતી કરતા મનપા(SMC) કમિશનરે જણાવ્યું હતું કે, દરેક નાગરિક સંકલ્પ લે કે, કોરોનાને કારણે કોઈ પણ વ્યકિતનું મોત ન થાય.
શહેરમાં જે પણ પોઝીટીવ કેસ આવી રહ્યા છે તે હોટસ્પોટ વિસ્તારોમાંથી આવી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં ભાગળ, બેગમપુરા, સૈયદપુરા, રૂરપુરા, મહિધરપુરા વિસ્તારો, વરાછા-એ ઝોનમાં લંબેહનુમાન રોડ, એ.કે રોડ, રાંદેર ઝોનમાં તાડવાડી, અડાજણ વિસ્તાર, કતારગામ ઝોનમાં પણ હોટસ્પોટ વિસ્તારો અને લિંબાયતમાં પરવત પાટિયા, આઝાદનગર ક્લસ્ટર વિસ્તારોમાંથી કેસ વધુ આવી રહ્યા છે. જેથી મનપા કમિશનરે શહેરીજનોને વિનંતી કરી હતી કે, લોકો ક્લસ્ટર વિસ્તારની માહિતી મેળવે અને તે પ્રમાણે આવન જાવનમાં પણ ધ્યાન રાખે તે જરૂરી છે.