મનપા કમિશનરે(Commissioner) જણાવ્યું હતું કે, કોરોનાન દર્દીઓમાં હવે શરદી-ખાંસી ઉપરાંતના લક્ષણો પણ જણાઈ રહ્યા છે. જેવા કે, કોઈ પણ સ્વાદ ન આવવો, ચકરાવો આવવો, નબળાઈ લાગવી જેવા લક્ષણો પણ કોરોના(Corona)ના દર્દીઓમાં દેખાય છે. તે ઉપરાંત ઘણામાં હેપીહાઈપોક્સીયા એટલે કે, ઓકિસજનની માત્રા શરીરમાં ઘટવા લાગે છે તેવું પણ ઘણા કિસ્સામાં જોવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દર્દીને ખબર પણ નથી પડતી કે, તેઓના શરીરમાં ઓક્સજનની માત્રા ઘટી રહી છે. જેથી કોઈ પણ તેને હળવાશથી ન લે અને તંત્રને તુરંત જાણકારી આપે તે ખુબ જરૂરી છે. જેથી સમયસર તેઓનો ઇલાજ શરૂ થઈ શકે.
પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે ઘણા કિસ્સામાં પ્રાઈવેટ ક્લીનીક(Clinic)માં દર્દીને ત્રણ-ત્રણ દિવસ ટેસ્ટ કર્યા બાદ એમ.સી.એચમાં મોકલે છે જે ઉચિત નથી. કોવડના લક્ષણ દેખાય તો તરત જ સારવાર કરવી જરૂરી છે. આમાં મોડા થયા તો, પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. ખાસ કરીને કોર્મોબિડ પેશન્ટ અને વૃધ્ધોમાં આ સ્થિતિ જોવા મળે છે. લોકો માહિતી સાચી આપે તે જરૂરી છે. જ્યારે તુરંત જ ઈલાજ શરૂ થવાથી રોગ કાબૂમાં લઈ શકાય છે. યોગ્ય સમયે દવા શરૂ નથી થતી જેથી મોડું થઈ જાય છે.
હવે અનલોક(Unlock)માં જ્યારે તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે ત્યારે તમામ ઈન્ડસ્ટ્રી અને બેંકમાં અને કામકાજની જગ્યા પર પલ્સ ઓક્સીમીટર વસાવવા મ્યુ.કમિશનરે અપીલ કરી હતી. જે અંદાજીત રૂા. 1100-1200 નું મળે છે. અને એકવાર ઉપયોગમાં લીધા બાદ તેને સેનીટાઈઝ પણ કરવાનું રહે છે. અને જેઓને પણ તેમાં ઓક્સિજનની માત્રા ઓછી જણાય તો, તુરંત જ તેને હોસ્પિટલમાં રીફર કરવા માટે મનપા કમિશનરે જણાવ્યું હતું. સાથે જ કામકાજની જગ્યાની સરફેસ જેવા કે ટેબલ, કેશીયર ટેબલ કે જ્યાં વારંવાર લોકો હાથ રાખતા હોય તેવી સરફેસ, વગેરેને સોડિયમહાઈપોક્લોરાઈડથી સેનીટાઈઝ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું.