રાજયમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવા માટે સરકારે તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે પરતું હજી સુધી કોઈ પણ ઉપાય કામ આવ્યો હોય તેવું લાગી રહ્યું નથી. ત્યારે ગુજરાત સીએમ વિજય રુપાણીએ જાહેર જનતાને ખાસ આપીલ કરતા જણાવ્યું છે કે, ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાન હેઠળ સીએમ રૂપાણીએ સહપરિવાર યોગમાં જોડાવા લોકોને અપીલ કરી છે.
કોરોના મહામારીના સંકટમાં યોગ દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જાહેર જનતાને ખાસ આપીલ કરી છે. સરકારના ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાન હેઠળ સીએમ રૂપાણીએ સહપરિવાર યોગમાં જોડાવા લોકોને અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના સામેની લડાઈમાં યોગ શક્તિશાળી શસ્ત્ર છે. યોગ શરીરને નિરોગી રાખી સકારાત્મક દિશા આપે છે. તેમણે કહ્યું કે યોગથી માનસિક શાંતિ મળી છે. સંસ્કૃતિમાં યોગ કેન્દ્ર સ્થાને છે.