શનિવારે સાંજ સુધીમાં મ્યુનિ. તંત્રએ કોવિડની ગાઈડ લાઈનનો અમલ કડકાઈથી થાય તે માટે 70.50 લાખ રૂપિયાનો દંડ વસુલ કરી દીધો છે. તેમ છતાં હજી પણ સુરતમાં સોશ્યલડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને લોકો માસ્ક વિના ટોળે વળી રહ્યાં હોવાથી કોવિડના દર્દીની સંખ્યામા સતત વધારો થઈરહ્યો છે.
સુરતીઓને કોરોનના ચેપથી અટકાવવામાટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ટેવ માટે સુરત મ્યુનિ. તંત્રએ પહેલા લોકોને અપીલ કરવાનું શરૂ કર્યું હતું. મ્યુનિ.તંત્રની અપીલનો પ્રભાવ ઓછો પડતાં મ્યુનિ.તંત્રએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ન હોય તો દંડનીય કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત દુકાનમાંથી સંક્રમણ થઈ રહ્યું હોવાથી દરેક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર ન હોય તો દંડ કરવાનું શરૂ કર્યું છે.