હાલ માં ભારત ને પાકિસ્તાન , ચીન અને નેપાળ દબડાવી રહ્યા છે અને ચારેબાજુ થી એકજુથ થઈ હેરાન કરી રહ્યા છે બે દિવસ પહેલા નેપાળે એક ભારતીય ને ગોળી મારી અને બે ને ઘાયલ કરી એક ને બિન્દાસ સરહદ માંથી ઉચકી ગયા અને પાછો મૂકી ગયા અને પાકિસ્તાન રોજ ફાયરીંગ કરી રહ્યું છે જેમાં હમણાં એક જવાન શહીદ થયા આ બાજુ ચાઈનાઓ ભારતીય બોર્ડર માં કેટલાંય કિલોમીટર ઘૂસી ને બેસી જાય છે ત્યારે આ બધા વચ્ચે ભારત ને પોચા ભાળી ગયેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનની સાથે કામ કરનાર બે ભારતીય અધિકારી ગુમ કરી દેતા આંતર રાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટના બાદ ઇસ્લામાબાદમાં કામ કરી રહેલા ભારતીય ડિપ્લોટમેસ અને અન્ય સ્ટાફ ની સુરક્ષા સામે સવાલો ઉભા થઇ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ ભારતમાં કામ કરતા બે પાકિસ્તાની અધિકારીઓ ભારત વિરુદ્ધ જાસુસી કરતા પકડાતા ભારતે બન્ને પાકિસ્તાની અધિકારી ને ભારત માંથી ખદેડી મુકતા ગિન્નાયેલું પાકિસ્તાન હવે ત્યાં કામ કરી રહેલા ભારતીયોને ફસાવાની ફિરાકમાં છે. બંને અધિકારીઓના ગુમ થવાથી આશંકા વધુ પ્રબળ થઇ ગઇ છે. હાઇકમિશન માટે સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. અગાઉ પણ ભારતીય હાઇકમિશનનો પીછો કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા તેને લઇ ભારતે પાકિસ્તાન પાસે ફરિયાદ પણ નોંધાવી છે.
સરકારે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેમનો આ વ્યવહાર વિએના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ 1961 અને બાઇલેટરલ 1992 કોડ ઓફ કંડકટનું ઉલ્લંઘન છે જે બંને દેશના ડિપ્લોમેટને સુરક્ષા આપવા માટે સાઇન કરાયો હતો. ભારતે પાકિસ્તાનને કહ્યું કે ભારતીય હાઇકમિશન અને તેમના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરાય અને તેમને વિએના કન્વેન્શન પ્રમાણે કામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે. જોકે, ભારત ના અધિકારીઓ ને પાકિસ્તાન માં અગાઉ પણ પીછો કરી ડરાવવા માં આવ્યા હતા ત્યારે બન્ને ભારતીય અધિકારીઓ ગૂમ થતા ભારે ચકચાર મચી છે.તેવે સમયે પાડોશી દેશો ને કડક મેસેજ પાસ કરવાનો સમય પાકી ગયો છે અન્યથા એક નબળા દેશ તરીકે નો લાભ પાડોશી દેશો ઉઠાવતા રહેશે તેમ નાગરિકો માં ચોરે ને ચૌટે ચર્ચાઈ રહ્યું છે.
