આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ નુકસાન થયાના સમાચાર નથી.ભૂકંપ મળસકે 4.36 વાગ્યે આવ્યો હતો.આંચકાને કારણે કોઈ નુકસાન થયાના સમાચાર નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રવિવારે સાંજે 8:13 -8.30 વાગ્યાની વચ્ચે 5.5ની તીવ્રતાવાળા ભુકંપનો આંચકો રાજકોટ અને કચ્છ સહિત ગુજરાતના અનેક ભાગોમાં ત્રાટક્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારથી 13 કિમી દૂર હતું. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આંચકા અનુભવાયા હતા.
દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આંચકાને પગલે રાજકોટ, કચ્છ, અને પાટણ જિલ્લાના કલેકટરો સાથે તાત્કાલિક ટેલિફોન વાતચીત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. જો કે, હજી સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના તાત્કાલિક સમાચાર નથી.ગુજરાતમાં ભૂકંપ પછી થોડીવાર પછી જમ્મુ-કાશ્મીરમાં 3.2ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવ્યો તેનું કેન્દ્ર કટરાથી 90 કિમી દૂર હતું.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ છેલ્લાં બે મહિનામાં 10 થી વધુ નીચા-તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 3 થી 4.2 રિક્ટર સ્કેલ હતી.