રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા નવી કોવિડ -19 (covid19) રોગચાળો સામેની લડતમાં નવી દિલ્હીને સહાયતાની ઓફરના ભાગ રૂપે અમેરિકા (US)એ મંગળવારે ભારતને 100 વેન્ટિલેટર (Ventilator) ભેટ આપ્યા હતા.જેનું મૂલ્ય આશરે 1.2 મિલિયન ડોલરની આસપાસ હશે.ભારતના માટે અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટરે અહીં ભારતીય આઈઆરસીએસ રાષ્ટ્રીય મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં ભારતીય રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી જનરલ આર કે જૈનને 100 વેન્ટિલેટરનું પ્રથમ શિપમેન્ટ સોંપ્યુ હતુ.
અમેરિકન એમ્બેસીએ જણાવ્યું હતું કે યુ.એસ. એજન્સી, આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી (યુએસએઆઇડી USAID) દ્વારા, કોવિડ -19 સામેની તેની લડતમાં મદદ કરવા માટે એકદમ નવા અત્યાધુનિક વેન્ટિલેટરની પ્રથમ શિપમેન્ટ ભારતને દાનમાં આપી હતી.અમેરિકામાં કોરોનાના કેસનો આંક હવે 21 મિલિયનને વટાવી ગયો છે. ન્યૂયોર્ક રાજ્યમાં સૌથી વધુ 3,83,944 કેસ છે. અહીં 30,825 લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યુ જર્સી, કેલિફોર્નિયા, અને ઇલિનોઇસમાં એક મિલિયનથી વધુ કેસ છે. જયોજૅ ફલોયડના મૃત્યુ પછી આફ્રિકન અમેરિકન લોકો પર થતા અત્યાચારના વિરોધમાં અહીં શરૂ થયેલા પ્રદશૅનો પછી અહીં કોરોનાના કેસ વધારે પ્રમાણમાં વધી ગયા હોય એવુ કહેવામાં આવી રહ્યુ છે.
ન્યુઝીલેન્ડમાં 24 દિવસ પછી કોરોના વાયરસના બે નવા કેસ નોંધાયા છે. તે બંને ચેપગ્રસ્ત લોકો બ્રિટનથી આવ્યા હતા. ન્યુઝીલેન્ડ (New Zealand)માં અત્યાર સુધીમાં કુલ 1156 કેસ નોંધાયા છે. 22 લોકોનું અવસાન થયું છે. 1482 લોકોએ કોરોનાને માત આપી છે. ન્યુઝીલેન્ડમાં હાલમાં 80 ટકા પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. અહીં અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. વિશ્વમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 4,39,050 લોકોનાં મોત નીપજ્યાં છે.વિશ્વમાં કોરોનાવાયરસ ચેપગ્રસ્તનો આંકડો 81,12,577 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 42,13,182 લોકો સ્વસ્થ થયા છે.
ચીનની રાજધાની બેઇજિંગ (Beinjing) માં શહેરના એક અધિકારીએ મંગળવારે ચેતવણી આપી હતી કે ચીનની રાજધાનીમાં કોરોનાવાયરસ (COVID-19) ની સ્થિતિ અત્યંત ગંભીર છે.બેઇજિંગમાંથી નવા ક્લસ્ટરમાં એક વિશાળ ટ્રેસ એન્ડ ટેસ્ટ પ્રોગ્રામ શરૂ થયો હોવાના કારણે 27 નવા કેસ બહાર આવ્યા છે.નવા કેસો આવ્યા પછી છેલ્લા પાંચ દિવસમાં બેઇજિંગમાં પુષ્ટિ થયેલા નવા ચેપની સંખ્યા 106 થઈ ગઇ છે.બેઇજિંગ અને નજીકના હેબેઇ અને શેન્ડોંગ પ્રાંત વચ્ચેના કેટલાક લાંબા-અંતરના બસ રૂટ્સને પણ બંધ કરવામાં આવ્યા હતા.