કોરોના વાયરસને(Corona Virus) લઈને હાલમાં સમગ્ર દુનિયા(Worls) પરેશાન છે ત્યારે સુરતમાં તાપી નદીમાં બરફ નાંખવાથી કોરોનાનો કહેર શાંત થશે તેવી એક માન્યતા હોવાનું સામે આવ્યું છે. સુરત(Surat)માં અત્યારસુધીમાં 100 લોકો વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે પોતાની જન્મ અને કર્મભૂમિ માટે સુરતના મુસ્લિમ યુવકે અનોખી માનતા લીધી છે. મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી(Tapi River) નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે. યુવકે જણાવ્યું કે ‘આ ધર્મને લગતી નહીં પરંતુ શ્રદ્ધાની વાત છે. મને શ્રદ્ધા છે એટલે હું આ કામ મારા મનથી કરૂ છું. હું મારી ઓળખ છતી કરવા માંગતો નથી.’
સુરતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતાં જાય છે. દરરોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે શહેરમાં કેટલાક લોકો કોરોનાને ભગાડવા વિશ્વાસ કહો કે અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.
આ મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે. બરફ નાંખતા આ શખસને પૂછતાં તેણે કહ્યું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.આ મુસ્લિમ યુવક એવું પણ માને છે કે સુરતમાં કોરોનાની મહામારીને શાંત કરવા માટે તાપી માતાને રિઝવવી જરૂરી છે અને તેથી તે દરરોજા 500 કિલો બરફ તાપી નદીમાં નાખી અને આ મહામારી સામે પોતાની રીતે લડી રહ્યો છે.
જોકે, આ વિજ્ઞાનનો વિષય નથી. લોકો માટે આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય છે પરંતુ આ વિશ્વનો પ્રથમ આવો કિસ્સો છે જેમાં કોઈ વ્યક્તિએ કોરોનાના કોપને શાંત પાડવા માટે પોતાની આસ્થા ખુલીને પ્રગટ કરી હોય. સુરતીઓ માટે તાપી એ પૂજની છે જોકે, તેને કોરોનાના કાળ સાથે જોડવી કે નહીં તે પણ વ્યક્તિગત આસ્થાનો વિષય છે.