સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યુ કે દેશમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. જસ્ટીસ રોહિંગ્ટન એફ નરિમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ ટિપ્પણીઓ પંજાબના એક વેપારી જગજીતસિંહ ચહલની પેરોલ અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. કારણ કે ચહલ સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.
જસ્ટીસ નરીમને જણાવ્યુ કે જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેની સાથે કોરોનાની સ્થિતિ સારી નથી થઈ રહી. સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. બેન્ચે જણાવ્યુ કે વર્તમાન સ્થિતિને જોતા તેમાં કોઈ ચતુરાઈ નથી કે પેરોલ પર ચાલી રહેલા વ્યક્તિને ફરીથી કોઈ ભીડભાડવાળી જેલમાં પરત મોકલી દેવામાં આવે. એમ કહીને બેન્ચે હાઈકોર્ટમાં અપીલ લંબિત હોવા સુધી ચહલની પેરોલ વધારી છે.