ચાઈના દ્વારા કરાયેલા ક્રુર હુમલામાં કુલ 23 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા ની વાત બહાર આવી છે. જેમાં 16 બિહાર રેજિમેન્ટનાં કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ નો પણ સમાવેશ થાય છે અને જે ભારતીય સૈનિકો પાસે હથિયાર નહોતા તેમને ટાર્ગેટ કરાયા હતા. ઓચિંતા હુમલા બાદ કેટલાક જીવ બચાવવા માટે ગલવાન નદીમાં કૂદી પડ્યા હતા. સરકારી સૂત્રો એ આપેલી માહિતી મુજબ હાલ 12 જેટલા ગંભીર રીતે ઘાયલ જવાનો સિરિયસ છે અને અન્ય 110થી વધારે નાની મોટી ઇજાઓ ધરાવતા સૈનિકો ની સારવાર ચાલુ છે. મોતની સંખ્યા વધી શકે છે.
આ હુમલો ભારતીય સેના દ્વારા ચીની ટેન્ટ ( કોડનેમ પેટ્રોલ પોઇન્ટ – 14) હટાવાયા બાદ થયો હતો. આ ચીની ટેન્ટને કર્નલ સંતોષ બાબૂ ની આગેવાની માં ભારતીય સૈનિકોએ હટાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની સીમાની અંદર ચીનાઓ એ ઉભા કરી દીધેલા ચીની ટેન્ટને એ માટે હટાવ્યો હતો કેમકે ભારતીય સેનાનાં અધિકારી હરિંદર સિંહ અને ચીની સેનાનાં અધિકારી લિન લિઊની બેઠક બાદ આ ટેન્ટને લગાવવામાં આવ્યો હતો જેથી કર્નલ બાબૂની યૂનિટને આ ટેન્ટ હટાવવા ભારતીય જવાનો ને આદેશ આપ્યો હતો.
સંતોષ બાબૂની ટીમ દ્વારા ટેન્ટ સળગાવવામાં આવ્યા બાદ ચીની સૈનિકો તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને ઊંચાઈ પર રહેલા ચીની સૈનિકો એ ભારતીય સૈનિકો પર મોટા-મોટા પથ્થર થી નિશાન બનાવ્યા હતા અને હિંસક મારામારી દરમિયાન ભારતીય સૈનિકોને ચીની સીમામાં ખેંચી જવાયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે બીજી તરફ હજુ સુધી ચીની સેના તરફથી એ નથી જણાવવામાં આવ્યું કે વાતચીત થયા બાદ પણ શામાટે ભારતીય સીમામાં ચીની જવાનો એ ટેન્ટ લગાવ્યો હતો જોકે , દગાખોર ચાઈના ઉપર ભરોસો મુકાય નહિ કારણકે તેઓ એ ભારત ના નિશસ્ત્ર સૈનિકો ને ટાર્ગેટ કર્યા હતા.
