લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ચાલેલા ધમાસાણ માં 20 થી વધુ ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી ચુપકીદી તોડવામાં આવી છે અને સતાવર નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે તા.19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે. લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ માં ચીનને પણ નુકસાન થયું છે, ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે ગાલવનમાં સૈનિકો શહીદ થયા તે ખૂબજ દુ:ખદ બાબત છે પરંતુ સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.
રાજનાથે કહ્યું કે મારી સંવેદનાઓ શહીદ થનાર સૈનિકોના પરિવારોની સાથે છે. રાષ્ટ્ર આ કપરા સમયમાં તેમની સાથે છે. અમને ભારતના વીરોની વીરતા અને સાહસ પર ગર્વ છે. આમ હવે સતાવર નિવેદન સાથે સરકાર હવે સર્વદળીય બેઠક બોલાવશે
