હાલ માં ભારત અને ચાઈના વચ્ચે વોર નો માહોલ છે ત્યારે લોકો ચાઈના ની વસ્તુઓ નો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે ત્યારે ચીન ની મોટર્સ કંપની ગ્રેટ વોલ મોટર્સ ભારત માં પોતાનું પ્રોડક્શન શરૂ કરવા મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે.
ચીન ની આ કંપની મહારાષ્ટ્ર ના તેલગાવ માં એક અદ્યતન પ્રોજેકટ ઉભો કરશે, હાલ માં મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ચીન ના રાજદૂત સન લિડોંગ ની હાજરી માં સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર થયા હતા. કંપની તેલગાવ પ્લાન્ટ માં એક અબજ ડોલર નું રોકાણ કરશે.
જેમાં નવા રોજગાર માટે આશા બંધાઈ છે અહીં અદ્યતન વિશાળ પ્લાન્ટ બનાવાશે તેમ સૂત્રો એ જણાવ્યુ હતુ.
