આલિયા ભટ્ટની ફિલ્મ ‘Alpha’ નું ધમાકેદાર પોસ્ટર રિલીઝ: જાણો ક્યારે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ?
બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી એકવાર મોટા પડદે ધમાકો કરવા તૈયાર છે. લાંબા સમયની રાહ જોયા બાદ આલિયાની આગામી એક્શન ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર શેર કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે.
YRF સ્પાય યુનિવર્સની પ્રથમ ફીમેલ-લીડ ફિલ્મ
‘આલ્ફા’ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે યશરાજ ફિલ્મ્સ (YRF) ના પ્રખ્યાત સ્પાય યુનિવર્સનો એક ભાગ છે. આ યુનિવર્સની આ પહેલી એવી ફિલ્મ છે જેમાં કોઈ મહિલા કલાકાર મુખ્ય ભૂમિકામાં સ્પીય (જાસૂસ) તરીકે એક્શન કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં એક પાવરફુલ એજન્ટના અવતારમાં જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
પોસ્ટરની સાથે જ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ 10 જુલાઈ, 2026 ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે. અગાઉ આ ફિલ્મ 2025 ના ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, પરંતુ VFX અને પોસ્ટ-પ્રોડક્શનના કામમાં ગુણવત્તા જાળવવા માટે તેની તારીખ આગળ વધારવામાં આવી છે.
View this post on Instagram
સ્ટાર કાસ્ટ અને શાનદાર લુક
પોસ્ટરમાં આલિયા ભટ્ટનો લુક ઘણો ઇન્ટેન્સ અને દમદાર દેખાઈ રહ્યો છે. તેના ચહેરા પર ઈજાના નિશાન અને હાથમાં હાઈ-ટેક હથિયારો એ વાતનો પુરાવો છે કે આ ફિલ્મમાં ભરપૂર એક્શન જોવા મળશે. આ ફિલ્મમાં આલિયાની સાથે શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શિવ રવૈલ દ્વારા કરવામાં આવ્યું છે.
ચાહકોમાં ભારે ઉત્સાહ
પોસ્ટર રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ તે વાયરલ થઈ ગયું છે. એક્શન ફિલ્મોના શોખીનો આલિયાને આ નવા અવતારમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર ચાહકો કહી રહ્યા છે કે આલિયાનો આ ‘આલ્ફા’ અવતાર બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જશે.
