ચાઈના એ ભારતીય જવાનો ઉપર છેતરીને હુમલો કરતા 20 જવાનો શહીદ થવાની ઘટના સામે આવતા દેશ માં ભારે આક્રોસ ફેલાયો છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ લદ્દાખમાં સર્જાયેલી સ્થિતિ અંગે દેશ સમક્ષ સ્પષ્ટતા કરવા માંગ કરી છે. આટલી મોટી ઘટના ઘટ્યા બાદ છેક બીજા દિવસે કલાકો બાદ દેશ ને ખબર પડી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ચીની સેનાએ ભારતીય પ્રદેશ પર કેવી રીતે કબજો જમાવ્યો છે હજુ કેટલાક જવાનો લાપતા છે તેનું શું થયું ? સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારની પડખે છે અને દેશ માટે બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવે છે. ૨૦ જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી દીધો છે. હું તમામ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારોને આ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આજે ચીની ઘૂસણખોરી મામલે સમગ્ર દેશમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આ કટોકટીના સમયમાં કોંગ્રેસ ભારતીય સેના, તેના સૈનિકો અને તેમના પરિવારો તથા સરકારની સાથે છે. મને વિશ્વાસ છે કે, આ પડકારજનક સમયમાં આખો દેશ એકજૂથ થઈને દુશ્મનનો સામનો કરશે. બીજી તરફ ચાઈના ની આ હરકત થી રાહુલ ગાંધી લાલચોળ થઈ ઉઠ્યા છે અને ચાઈના ને સબક શીખવવા જણાવી દીધું છે જોકે તેઓ એ સરકાર સામે અણિયાળા સવાલો પણ ઉઠાવ્યા છે તેઓ એ રાજનાથ સિંહ ને ટાંકી ને સવાલ કર્યા છે જે આ મુજબ છે.
૧. સંરક્ષણ મંત્રીએ ટ્વિટમાં ચીનનું નામ ન લઈને ભારતીય સેનાનું અપમાન શા માટે કર્યું?
૨. શ્રદ્ધાંજલિ આપવામાં સંરક્ષણ મંત્રીને બે દિવસ કેમ લાગી ગયાં?
૩. સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા હતા ત્યારે સંરક્ષણ મંત્રી રેલીઓે સંબોધન કેમ કરી રહ્યા હતા?
૪. માહિતી સંતાડીને સેનાને મીડિયામાં બદનામ કેમ કરાવી?
૫. મીડિયા દ્વારા સરકારને બદલે સેનાને શા માટે બદનામ કરાવી?
શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા પણ સરકારને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.
૧. એલએસી પર ભારત ચીની ઘૂસણખોરીનો જવાબ ક્યારે આપશે?
૨. એક પણ ગોળી વિના આપણે ૨૦ જવાન ગુમાવ્યા, આપણે શું કરી લીધું?
૩. કેટલાં ચીની સૈનિકોનાં મોત થયાં?
૪. શું ચીને આપણી ભૂમિમાં ઘૂસણખોરી કરી છે?
૫. વડા પ્રધાન જવાબ આપશે?, દેશ સત્ય જાણવા માગે છે.
આમ હવે ચાઈના સામે લોકો માં જંગ છેડાઈ ગયો છે અને કેટલાય શહેરો માં ચાઈના ની ચીજ વસ્તુઓ નહિ વાપરવા પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે અને સામાન ની હોળી કરવામાં આવી રહી છે. જોકે , વડા પ્રધાન દ્વારા તા. 19 મી એ સર્વદળીય બેઠક બોલાવી છે જેમાં આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
