ભારત ના 50 જવાનો ની ટુકડી ઉપર ચીન ના 300 સૈનિકો એ દગો કરીને ગલવાન ઘાટી માં ઘાતક ખીલા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરી દેતા 20 જવાનો શહીદ થવાની ઘટના માં દેશ માં ગુસ્સાનો માહોલ છે ત્યારે ચીનને જડબાતોડ જવાબ આપવાની લોકોમાં માંગ ઉઠી રહી છે. તેવે સમયે ચીન વિવાદને લઇ ચર્ચા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. જેમાં રાજકીય પક્ષોના અધ્યક્ષ સામેલ થશે.
બેઠકમાં ચીનને લઇ ચાલી રહેલા વિવાદ અને હાલની સ્થિતિ પણ ચર્ચા કરાશે. બેઠક સાંજે પાંચ વાગ્યે થશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત કેટલાંય દિગ્ગજ નેતા આ બેઠકમાં ભાગ લેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સર્વદલીય બેઠક પહેલાં તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે ફોન પર વાત કરી હતી. આ બેઠકમાં કુલ 16 રાજકીય પક્ષોના પ્રતિનિધિ સામેલ થઇ શકે છે. 5 વાગ્યે મળનારી આ બેઠક માં આગામી રણનીતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
