રાજ્ય સરકાર(State Govenment) દ્વારા સુરત મહાનગર પાલિકા(SMC) નું હદવિસ્તરણ(Expansion) કરવામાં આવ્યું છે. સુરત(Surat)માં 2 નગર પાલિકા અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં જે બે નગરપાલિકાઓનો સમાવેશ થાય છે તેમાં સચિન અને કનસાડનો સમાવેશ થાય છે. જ્યારે જે 27 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સેગવા સ્યાદલા, વસવારી,ગોથાણ, ઉમરા, ભરથાણા કોસાડ, પારડી કણદે, તલંગપોર, પાલી, ઉમ્બેર, કાંદી ફળિયા, ભાટપોર, ભાઠા, ઇચ્છાપોર, ભેંસાણ ગ્રુપ ગ્રામ પંચાયત, મલગામા, કઠોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણા, સણિયા હેમાદ, પાસોદરા, કુંભારિયા અને સારોલીનો સમાવેશ થાય છે.

સુરત શહેરનું હદ વિસ્તરણ થવાથી હવે શહેરની વસ્તીમાં પણ ઉમેરો થશે. સાથેજ સુરતનો એરિયા વધતા શહેર હવે વધુ મોટું થશે. સુરત શહેરમાં બે નગરપાલિકાઓનો સમાવેશ થયો છે સચિન અને કનસાડનો નગરપાલિકાઓમાં સમાવેશ થયો છે. જેથી હવે અહીંના લોકોને વધુ સુવિધાઓ મળશે તેમજ આ વિસ્તારોનો વિકાસ થશે. ઉપરાંત 27 ગામોનો પણ સમાવેશ થયો છે. આ ગામોમાંથી કેટલાક ગામો એવા છે જેને સમાવવા માટે લાંબા સમયથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આખરે આ ગામોનો સમાવેશ થતાં ત્યાં પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કાર્યોમાં વધારો થશે.
સુરતની હદ હવે કામરેજ ચાર રસ્તા સુધી થતાં સુરત હવે નેશનલ હાઈવે સાથે જોડાઈ જશે. આ વિસ્તારનાં વિકાસના કામોને વેગ મળશે. હદવિસ્તરણની સાથે જ જિલ્લાના રાજકારણમાં હવે નવા સમીકરણો જોડાશે. 27 ગ્રામ પંચાયતો અને 2 નગર પાલિકાઓ સુરત શહેરમાં જોડાતા હવે અંતરિયાળ વિસ્તારો સુધી લોકોને સુવિધાઓ પહોંચાડવા માટે સુરત મહાનગર પાલિકા તંત્રને વધુ વેગવંતુ બનાવવાની જરૂરિયાત રહેશે.
અમદાવાદ(Ahmedabad) મહાનગર પાલિકામાં એક નગરપાલિકા અને 7 ગામ,ગાંધીનગર મહાનગર પાલિકામાં 1 નગરપાલિકા,વડોદરા મહાનગર પાલિકામાં 7 ગામ,સુરત મહાનગર પાલિકામાં 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગર પાલિકામાં 4 ગ્રામ પંચાયત, ભાવનગર મહાનગર પાલિકામાં 1 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યની તમામ મહાનગર પાલિકામાં નવું સીમાંકન(Expansion) કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ-ઘુમા,ચીલોડા-નરોડા,કઠવાડા, ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલસિયા, રણાસણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના 7 ગામનો સમાવેશ કર્યો છે. જેમાં ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ થાય છે.