ળ પાકિસ્તાન (Pakistan)નો 26/11 ના મુંબઈ હુમલા (26/11 Mumbai Attack)નો મુખ્ય માસ્ટર માઇન્ડ તાહવાહુર હુસેન રાણા (Tahawwur Rana)ની શુક્રવારે લોસ એન્જલસ (Los Angeles)માં ધરપકડ કરવામાં આવી હતી. 59 વર્ષીય તાહવાહુર હુસેન રાણા કેનેડાના શિકાગોનો ઉદ્યોગપતિ છે. તે 14 વર્ષથી અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles)ની જેલમાં સજા ભોગવી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેને જેલમાંથી મુકત્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેને કોરોના વાયરસ થયો છે, અને તેણે ફરિયાદ કરી હતી કે તેની તબિયત સારી નથી. લોસ એન્જલસની જેલે તેની તબિયત સારી ન હોવાના આધારે તેને જેલમાંથી છોડયો હતો. પણ તે જ સમયે ભારતે અમેરિકા(America)ને તાહવાહુર હુસેન રાણાના પ્રત્યાર્પણ (Extradition)ની અરજી કરી હતી.
અમેરિકાએ ભારતે કરેલી પ્રત્યાર્પણની અરજીના આધારે 10 જૂને 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તાહવાહુર હુસેન રાણાની ધરપકડ કરી હતી, એમ ભારતીય અધિકારીઓએ જણાવ્યુ છે. તાહવાહુર હુસેન 26 નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ સાથે સંકળાયેલો છે, ભારત છેલ્લા 11 વષૅથી તેના કબજા માટે પ્રયત્નો કરી રહ્યુ છે. ડેવિડ કોલમેન હેડલી (David Coleman Headley) કે જેણે 26/11 ના મુંબઈ હુમલાઓ પ્લાન કર્યો હતો, તાહવાહુર હુસેન રાણા તેની સાથે મળીને કામ કરતો હતો.અને 26/11 ના મુંબઈ હુમલાઓ તેનો પણ મોટો હાથ હતો.
26/11 ના મુંબઈ હુમલાઓમાં 160 થી વધુ લોકોનાંં મોત થયા હતા. હેડલી હાલમાં અમેરિકાની જેલમાં સજા ભોગવી રહ્યો છે.તણે કબૂલ્યું હતું કે રાણા તેને નાણાકીય મદદ કરતો હતો. હેડલીએ લશ્કર-એ તૈયબા (Lashkar-e Taiba – LET) ની આતંકવાદી પ્રવૃત્તિઓ અને આઈએસઆઈ (ISI)સાથેની તેની સંડોવણી અંગે પણ કબૂલાત કરી હતી.
ભારતીય અધિકારીઓએ ઉમેર્યું હતું કે, રાણાના પ્રત્યાર્પણથી આઈએસઆઈ (ISI)ની પ્રવૃત્તિઓ પર સામે આવશે. અમેરિકાની વિશેષ અદાલતે 28 ઓગસ્ટ, 2018 ના રોજ રાણા સામે ધરપકડનું વોરંટ બહાર પાડયુ હતું. યુ.એસ. માં ફેડરલ વકીલ મુજબ 2006 થી નવેમ્બર 2008 ની વચ્ચે રાણાએ હેડલી સાથે કાવતરું રચ્યું હતુ. તેના બાળપણના મિત્ર અને પાકિસ્તાનમાં સ્થિત અન્ય લોકો સાથે મળીને રાણાએ એલઈટી અને હરકત ઉલ-જેહાદ-એ-ઇસ્લામી, બંને યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદી સંગઠનોને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી કાઢવામાં માટે મદદ કરી હતી.
2008 ના મુંબઇ હુમલો એ ભારતનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો હતો, જેમાં છ અમેરિકન સહિત 166 લોકોનાં મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.પાકિસ્તાનના 10 ભારે સશસ્ત્ર આતંકવાદીઓએ આ હુમલાથી ભારતને હચમચાવી મૂકયુ હતુ. અજમલ કસાબ આ જ હુમલાઓમાંનો એક આતંકવાદી હતો જેને ફાંસીની સજા કરરવામાં આવી હતી.