સરદાર સરોવર(Sardar Sarovar) નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની(Water) આવક થઈ રહી છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની(North and Central Gujarat) દશ પૈકી આઠ નદીઓમાં(River) નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિંચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રકચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી તથા બનાસ મળી કુલ ૧૦ નદીઓમાં નર્મદાના પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ ૧૧૦૦૦ થી વધારીને ૧૩૦૦૦ ક્યુસેક કરવામાં આવ્યું છે. હાલ આ નદીઓ પૈકીની હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, સાબરમતી, રૂપેણ અને બનાસ મળી કુલ ૮ નદીઓમાં ૧૮૦૬ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવાયુ છે. જયારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂક સમયમાં પાણી છોડવામાં આવશે. પરિણામે ખાસ જરૂરિયાતના સમયે નાની નદીઓમાં નર્મદાનું પાણી ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે. સાથે સાથે ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વધારાનું પાણી પસાર થતા જળવિદ્યુત ઉત્પાદનમાં પણ વધારો થશે.
ગુજરાત(Gujarat) માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધ(Narmada Dam) ની જળ સપાટી હાલ એટલેકે જૂન ની મધ્ય માં 127.70 મીટર થઈ છે જે આ સીઝન ની સૌથી મહત્તમ સપાટી છે. ઉપરાંત ઉપરવાસ માં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માં પાણીની આવતા થતાં આજે પણ 29740 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધ ના રીવેરબેડ પાવર હાઉસ(Power House) અને કેનાલહેડ પાવર હાઉસ ના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. ગઈ સીઝન ના સારા વરસાદ ના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ(Rain) રહેતા ડેમ(Dam) માં પાણી નો વિપુલ જથ્થો સંગ્રહિત થઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ નર્મદાની જળ સપાટી 127.70 મીટરની થઈ છે. જેને કારણે રોજની 3.51 કરોડની આવક શરૂ છે.