બે દિવસ પહેલા દ્વારકા ખાતે સનાતન ધર્મના આગેવાન એવા મુરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે દ્વારિકા જિલ્લાનાં બીજેપીના(BJP) પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના વિરોધમાં સુરત સાધુ સમાજ સામે આવ્યો છે. તેમણે મુરારિ બાપુના સમર્થન સાથે આ ધારાસભ્ય વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. આ સાથે આજે અમદાવાદમાં પણ નિર્મોહી અખાડાના સાધુ સંતોએ મોરારિબાપુના સમર્થનમાં વિરોધ નોંધાવ્ચો હતો. સુરત આહીર સમાજે કલેકટરને આવેદન આપ્યું હતું. તેમજ દોશીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી હતી. ઉપરાંત સુરત(Surat) સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પણ કલેકટરને આવેદન અપાયું હતું. પભુબાની ધરપકડની માંગ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો.
મોરારિબાપુના સમર્થનમાં આજે મહુવા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહુવા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ યાત્રાધામ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.