21 જુને કંકણાકૃતિ સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે ત્યારે સૌરાષ્ટ્રના સોમાનથા, દ્વારકા, ખોડલધામ સહિતના તમામ મંદિરોમાં દર્શન અને આરતી-પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે દર્શનનો સમય સવારે 6થી બપોરના 1 અને બપોરના 2.30થી 6.30 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી સવારથી બપોરના 1:23 વાગ્યા સુધી તમામ પૂજા-આરતીના કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. સવારની પ્રાતઃ પૂજા અને બપોરની મધ્યાહન પૂજા-આરતી બંધ રાખવામાં આવી છે. જેથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
