ગુજરાત માં હાલ કોરોના ના નામે રાત્રી કરફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે અને રાજ્યોની બોર્ડર ઉપર પણ રાતે 10 થી સવારે 5 સુધી વાહનો ની અવરજવર ઉપર પ્રતિબંધ છે ત્યારે આજ સ્થિતિ નો ફાયદો ઉઠાવી રાત ના અંધકારમાં ગોરખધંધા ચાલુ થઈ ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવી રહ્યા છે ,જો કોઈ સામાન્ય નાગરિક ઘર બહાર નીકળે તો તેને પોલીસ અસંખ્ય સવાલો કરે છે અને વાહન આંચકી લઈ દંડ વસુલવામાં આવે છે પરંતુ દમણ થી રોજ ઠશોઠસ દારૂ ભરેલી 50 જેટલી ગાડીઓ ગુજરાત બોર્ડર માં પ્રવેશે તો તેને રોકવામાં નહિ આવતી હોવાનું એક મીડિયા રીપોર્ટ માં બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.
પાતલીયા ચેકપોસ્ટ હોવા છતાં અહીં થી બિન્દાસ રીતે સ્કોર્પિયો, એક્સ્યુવી,સેનટાફી જેવી 50 થી વધુ દારૂ ભરેલી ગાડીઓ ગુજરાત માં પ્રવેશી રહી હોવાનું કહેવાય છે. લોકડાઉન બાદ ગુજરાતમાં દારૂની ડિમાન્ડ વધતાં દમણ થી મોટી માત્રા માં દારૂ વ્યવસ્થિત રીતે ઘુસાડવામાં આવી રહ્યો હોવાની વાત છે. જે વાંસદા,ખેરગામ,નવસારી,ગણદેવી, વ્યારા, મહુવા,સુરત સિટી અને સુરત રૂરલ, કડોદરા ના જાણીતા બુટલેગરો ને પહોંચે છે. આ માલ ભરત રાજકુમાર નામના બુટલેગર નો હોવાની વાત સાથે તેનું સેટિંગ ઉપર સુધી ગોઠવાયેલું હોવાથી તેની ગાડીઓ રાત્રી દરમિયાન પાસ કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકો ને કાયદા બતાવીને આખો દિવસ દંડ કરતી રહેતી પોલીસ આવા મોટા મગરમચ્છ સામે પડવાની હિંમત કરતી નથી, એટલું જ નહીં સ્ટેટ મોનીટરીંગ સેલ કે આર આર સેલ ની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાત્રી કરફ્યૂ માં હવે કમાઈ કેવા બધા શકુનીઓ એક થઈ ગયા હોવાની છાપ પ્રજાજનો માં મજબૂત બની રહી છે.
