ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં વેપારીઓએ કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
જામનગરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં હોવાથી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે વેપારી એસોસિએશન દ્વારા બુધવારથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવશે. આથી આ નિર્ણય પ્રમાણે બુધવારતી ગ્રેઈન માર્કેટમાં આવેલી તમામ દુકાનો સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બપોરે બે વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. આ નિર્ણય માટે વેપારીઓએ સામુહિક રીતે સ્વૈચ્છિક સહમતિ દર્શાવી છે.