રેલવે મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનને લીધે કેન્સલ થઇ ગયેલી રેગ્યુલર ટાઇમ ટેબલની ટ્રેનો માટે 14 એપ્રિલ કે તે પહેલાં બુક કરાયેલી તમામ ટિકિટના પુરા નાણા પ્રવાસીઓને પરત કરવાનો મંત્રાલયે નિર્ણય લીધો છે.
ભારતીય રેલવેએ 14 એપ્રિલ કે તે પહેલાં બુક કરાયેલી ટિકિટ્સનું પુરે પુરું રિફંડ ચુકવી દેશે. આ ટ્રેનો 22 માર્ચથી 80 જૂન રવાના થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે તે રદ કરવી પડી હતી. મંગળવારે રેલવે મંત્રાલયે આ અંગેની જાહેરાત કરી હતી.
ભારતીય રેલવેએ અગાઉ પ્રવાસીઓને કેન્સલ ટિકિટના બદલે રૂપિયા 1885 કરોડનું રિફન્ડ આપી દીધુ છે. આ ટિકિટ 21 માર્ચથી 31 મે દરમિયાન ઓનલાઇન બુકિંગ થઇ હતી. પરંતુ ટ્રેનો રદ રદ થતા કેન્સલ થઇ હતી.