દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે સવાર સુધીમાં, દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 4,50,000 ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4,56,183 છે.
અત્યાર સુધીમાં 2,58,685 લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 14,476 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 15,968 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં 465 લોકોનાં મોત નીપજ્યાં છે. એકમાત્ર રાહત એ છે કે રિકવરી દર પણ વધી રહ્યો છે. કોરોનામાં રિકવરી દર 56.70% છે. તે પહેલાના 23 જૂને સવારે આશરે 56.37% હતો.