ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 572 કેસ સામે આવતા તંત્રમાં હાહાકાર મચી મચી ગયો છે. જો કે 25 દર્દીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 575 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. આમ રાજ્યામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 29,001 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1736 અને ડિસ્ચાર્જનો કુલ આંક 21096 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સુરતમાં નવા કેસો સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 215 કેસ સામે આવ્યા છે. આ સિવાય વડોદરામાં 45, જામનગરમાં 13 જ્યારે ભરુચમાં 10 કેસો નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોનો આંકડો હવે 29 હજાર પર પહોંચ્યો છે. જ્યારે વધુ 25 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1736 થયો છે.