ગુજરાતના આઇપીએસ અધિકારીઓની આ મહિનાના અંત સુધીમાં મોટાપાયે ફેર બદલ થશે. ગુજરાતના આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટા ફેરબદલી કરવામાં આવશે. 12 એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવા સાથે અંદાજે 38 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ થશે. આ બદલીઓમાં ત્રણથી ચાર રેન્જના આઇપીએસ અધિકારીઓ બદલાવવાની સંભાવના છે.
અમદાવાદ શહેરમાં જ 6 જેટલા આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી થવાની છે. જેમાં ઝોન-1માં પીએલ માલ, ઝોન-6માં બિપિન આહિરે, ઝોન-7માં કેએન ડામોર, ડીસીપી ટ્રાફિક અશ્વિન ચૌહાણ, અમદાવાદ સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. એમકે નાયક અને અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર, તાપી, છોટા ઉદેપુર, વડોદરા વેસ્ટર્ન રેલ્વેના એસપી-સીએમ સિક્યુરિટી ચિરાગ કોરડિયાને બઢતી સાથે બદલી કરવામાં આવશે.