સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (The Central Board of Secondary Education- CBSE Board) ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને માહિતી આપી હતી કે કોવિડ -19 (Covid-19) રોગચાળાને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ (Board Exams) રદ કરવામાં આવશે. ભારતીય માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્રે પણ જણાવ્યું હતું કે તે હાલની તમામ પરીક્ષાઓ રદ કરશે.
સીબીએસઇએ સીબીએસઈની ધોરણ 10 ની પરીક્ષાઓને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈની ધોરણ 12 ની પરીક્ષાઓ હવે વૈકલ્પિક છે. જો કોવિડ-19 સ્થિતિ સારી થાય ત્યારે સીબીએસઇ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ તે સમયે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપવાનું પસંદ કરી શકે છે.દિલ્હી, મહારાષ્ટ્ર અને ઓડિશાએ પરીક્ષાઓ યોજવામાં અસમર્થતા દર્શાવી હતી ત્યારબાદ સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન સુનિશ્ચિત થયેલ ધોરણ 10 અને 12 ની બાકી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ હવે રદ કરવામાં આવી છે.
આ નિર્ણયથી આશરે 30 લાખ વિદ્યાર્થીઓના ભાવિને અસર થશે, જેઓ મહિનાઓથી સીબીએસઇ તરફથી નક્કર નિર્ણયની રાહ જોતા હતા. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે વાલીઓેએ સીબીએસઈની પરીક્ષા રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતને અરજી કરી હતી.સુપ્રીમ કોર્ટે બાકી રહેલી સીબીએસઈની પરીક્ષાઓને રદ કરવાનો આદેશ આપ્યો હતો.સીબીએસઇએ અંતિમ નિર્ણય આપવા માટે 25 જૂન, ગુરુવાર સુધીનો સમય માંગ્યો હતો, અને હવે એમ કહેવામાં આવ્યું છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ બોર્ડની પરીક્ષા સંપૂર્ણ રદ કરવામાં આવશે પરંતુ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વૈકલ્પિક રીતે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકે છે.