ગુજરાતમાં સુરતમાં રોજે રોજ કેસ વધી રહ્યાં છે ત્યારે સુરતમાં પણ કોરોના કાબૂમાં લેવા અમદાવાદ મોડલ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ રાજ્યના આરોગ્ય કમિશનર પણ સુરતમાં જ કેમ્પ કરીને કોરોના કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા હોવાનું ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો અમદાવાદમાં ઘટી રહ્યા છે, જયારે સુરતમાં છેલ્લા 7 દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે તેને કાબૂમાં લેવા અમદાવાદ જેવું મોડેલ અપનાવી ધન્વંતરી રથ સહિતના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.